અઠવાડિયાના આ દિવસોમાં જો તમે કાપશો પોતાના નખ અને વાળ તો ઘરમાં થશે ભરપુર ધનવર્ષા

Uncategorized

હિંદુ ધર્મમાં એવા હજારો નિયમો છે જેના વૈજ્ઞાનિક કારણો છે. જો તમે ઈચ્છો તો આ વાતોને ધર્મ સાથે જોડીને ના જોવી. પરંપરાઓ સેંકડો-હજારો વર્ષોના અનુભવના આધાર પર વિકસિત થાય છે. તેમાંથી કેટલીક તાર્કિક અને વૈજ્ઞાનિક હોય છે તો ઘણી અંધ શ્રદ્ધાઓ પણ હોય છે.

બન્નેમાં ફરક શોધવો અઘરો છે. જયારે ઊંડાઈ અને બારીકાઇથી અભ્યાસ અને વિશ્લેષણ કરીએ છીએ તો આપણે જાણી શકીએ છીએ કે મહત્તમ પરંપરાઓ અને રીત રિવાજોની પાછળ એક સુનિશ્ચિત વૈજ્ઞાનિક કારણ હોય છે.

આજે તમને જણાવીશું કે અઠવાડિયામાં કેટલાક દિવસ એવા છે, જયારે નખ, દાઢી અને વાળ કપાવવાથી નકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, જે આપણા સંવેદનશીલ ભાગોને હાનિ પહોંચાડે છે. શનિવાર, મંગળવાર અને ગુરુવારે આપણે નખ ના કાપવા જોઈએ.

શનિવારે નખ કાપવાથી આયુષ્યમાં ઘટાડો આવે છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થઇ જાય છે. મંગળવારે નખ કાપવાથી ભાઈઓ વચ્ચે ખટરાગ રહે છે. સાહસ તેમજ પરાક્રમમાં ઘટાડો આવે છે. શરીરમાં રક્ત સંબંધિત રોગ ઉત્પન્ન થાય છે.

ગુરુવારે નખ કાપવાથી શિક્ષણકાર્યને નુકસાન થાય છે, ગુરુઓ સાથે અણબનાવ થવાની આશંકા રહે છે તેમજ પેટ સબંધિત રોગ થઇ જાય છે. આ દિવસે ગ્રહોથી આવનારી કિરણો શરીર પર પ્રતિકુળ અસરો ઉભી કરે છે.

નખ કપાવવાનો સૌથી સારો દિવસ સોમવાર, રવિવાર, બુધવાર તેમજ શુક્રવાર કહેવાય છે. વાળ કપાવવાના શુભ દિવસો રવિવાર, બુધવાર તેમજ શુક્રવાર કહેવાય છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ક્પવવાથી આપણને નુકસાન થાય છે.

Leave a Reply

Your email address will not be published.