અર્ચના કોલેજમાં જ બધાની સામે અનિમેષને કિસ કરવા લાગી અને કહ્યું ચાલ આજે આપણે હોટેલમાં જઇયે અને મજા કરીયે

GUJARAT

અનિમેશને સમજમાં નહોતું આવતું કે તે શું કરે? બિરયાની ટેસ્ટી લાગી રહી હતી, ભૂખ પણ લાગી હતી. વિચાર્યું જો ખાઈ લઈશ તો કાલે અર્ચનાના મહેણાં સાંભળવા પડશે કે હું તો ભૂખી ઊંઘી ગઈ, પણ તું તો મજાથી બિરયાની ખાઈ રહ્યો હતો અને જો ના ખાઉં તો કાલે સવારે સાંભળવું પડશે કે આટલી મહેનત કરી અને તેં ચાખ્યું પણ નહીં.

અર્ચનાના નવા નવા લગ્ન થયા હતા. લગ્ન તો એરેન્જ હતા, પણ બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. લગ્ન પહેલાં અર્ચના અને અનિમેશ હંમેશાં ફોન પર વાતો કરતા હતા. ઘરવાળાથી છુપાઈને બંને કેટલીય વાર મળ્યા પણ હતા. પછી એકબીજાને પસંદ કર્યા બાદ જ લગ્ન માટે હા પાડી હતી. લગ્ન બાદ જે જવાબદારીઓ હોય છે, અર્ચના તેને નિભાવવાનો પૂરતો પ્રયાસ કરતી હતી.

આજે અર્ચના ઓફિસેથી જલદી ઘરે આવી ગઈ હતી. ફટાફટ કપડાં બદલ્યા, ઇન્ટરનેટ ઓન કર્યું અને હૈદરાબાદી બિરયાનીની રેસિપી શોધવા માંડી. અનિમેશને તે ડિશ ખૂબ ભાવતી હતી. અર્ચનાએ ચોખા પલાળ્યા અને મસાલા નાખી ચિકન તૈયાર કર્યું. હવે બસ કુકરમાં નાખીને સીટી વગાડવાની જ વાર હતી.

તેણે અનિમેશને ફોન કર્યો. રિંગ વાગી પણ અનિમેશે ફોન ના ઉપાડયો. અર્ચનાએ ઘડિયાળ જોઈ, સાંજના ૬ વાગ્યા હતા. તેને લાગ્યું તે કામમાં વ્યસ્ત હશે, બિરયાની બની જાય પછી ફરી ફોન કરીશ. પછી બધું જ કુકરમાં નાખી સીટી વાગવાની રાહ જોવા લાગી.

આજ પહેલાં અર્ચનાએ ચા કે મેગી સિવાય બીજું કશું જ નહોતું બનાવ્યું. અભ્યાસ અને નોકરીના ચક્કરમાં તેને કંઈ જ શીખવાનો સમય નહોતો મળ્યો અને રસોઈ બનાવવામાં તેને કોઈ રસ પણ નહોતો, પણ અનિમેશ માટે તેને બધું જ કરવું સારું લાગતું હતું.

અર્ચનાએ વિચાર્યું કે બીજી કેટલીક રેસિપી પણ ચેક કરી લે. ચેક કરતાં કરતાં તેણે કેટલીય સ્વીટ ડિશ પણ જોઈ, જેમ કે ગાજરનો હલવો, ગુલાબજાંબુ અને ખીરની રેસિપી પણ વાંચી અને સેવ પણ કરી લીધી, પણ તેમાંને તેમાં તે કુકરની સીટીઓ ગણવાનું ભૂલી ગઈ, બિરયાની તરફ તેનું ધ્યાન તો ત્યારે ગયું, જ્યારે તેને કંઈક બળવાની વાસ આવવા લાગી. તે ઉતાવળે-ઉતાવળે ઊભી થઈ ગેસ બંધ કર્યો, કુકરનું ઢાકણું ખોલ્યું તો બિરયાની બળી ગઈ હતી.

બધી જ મહેનત પાણીમાં. અર્ચના રડમસ થઈ ગઈ, પણ તેણે હાર માનવાનું ક્યારેય નહોતું શીખ્યું. તેણે ફરી બધું બનાવ્યું, પણ આ વખતે વધારે સજાગ રહી અને કિચનમાં જ ઊભી રહી. છેવટે બિરયાની બની ગઈ. બધું જ કરતાં-કરતાં સાડાસાત વાગી ગયા હતા.

અર્ચનાએ અનિમેશને ફરીથી ફોન કર્યો. આ વખતે પણ મોબાઈલની રિંગ વાગતી રહી, પણ કોઈ જવાબ ન મળ્યો. અર્ચનાએ ઓફિસમાં ફોન લગાવ્યો, તો રિસેપ્શનિસ્ટે જણાવ્યું કે અનિમેશને નીકળ્યે અડધો કલાક થઈ ગયો છે.

અર્ચનાએ વિચાર્યું કે અનિમેશ ડ્રાઇવ કરતો હશે. તેથી તેણે ફોન નહીં ઉઠાવ્યો હોય. ઓફિસથી ઘરે આવવામાં ૪-૫ મિનિટ લાગે છે. અનિમેશ બસ આવવાનો જ હશે. અર્ચનાએ પોતાની ફેવરિટ ક્રોકરી કાઢી, કેંડલ પણ અને પછી રોમેન્ટિક ગીતો મૂક્યા. તે અનિમેશની રાહ જોવા લાગી, પણ સાડા આઠ વાગી ગયા છતાં અનિમેશ ન આવ્યો. હવે અર્ચનાને થોડી ચિંતા થવા લાગી.

ફરી અનિમેશને ફોન લગાવ્યો તો અનિમેશે ફોન ઉઠાવ્યો, પણ જલદી જલદી બોલ્યો, ”યાર, બિઝી છું હમણાં.. ઘરે મોડો આવીશ.. તું જમી લેજે, બાય.”

આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો તો અર્ચનાનો મૂડી બગડી ગયો. દુ:ખ પણ થયું કે અનિમેશે તેને બોલવાનો મોકો પણ ન આપ્યો. તેને પૂછ્યું પણ નહીં કે ફોન કેમ કર્યો હતો.

બીજી બાજુ અનિમેશને બિલકુલ ખ્યાલ નહોતો કે અહીં અર્ચના કેટલી દુ:ખી થઈ ગઈ હતી. તેનું બધું જ ધ્યાન તો પોતાની ટેનિસ મેચ પર હતું. પહેલી મેચ તે પોતાની જ ઓફિસના જુનિયર સામે હારી ગયો હતો. એક સ્ટેટ લેવલ ચેમ્પિયન, એક શિખાઉ સામે હારી ગયો હતો, તે વાત અનિમેશથી સહન નહોતી થતી અને આજે બીજી મેચ હતી. આ મેચમાં અનિમેશે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી અને જીતી પણ ગયો હતો, પણ જેવો તે ઘરે જવા નીકળ્યો તેના જુનિયરે તેને કોફી પીવા બેસાડી દીધો. અનિમેશ ના ન પાડી શક્યો. પછી પોતાની જીત અર્ચના સાથે સેલિબ્રેટ કરવા તે ઘર તરફ રવાના થયો. અહીં અર્ચના જમી નહોતી. તેનું કંઈ કરવામાં મન જ નહોતું લાગતું. ગીતો બંધ કરી દીધા હતા અને સોફા પર આડી પડી ગઈ હતી.

ઘરે પહોંચતા જ અનિમેશે અર્ચનાને ગેમ વિશે કહેવું શરૂ કરી દીધું. પોતાની જીતના આનંદમાં તેને ખ્યાલ જ ન આવ્યો કે અર્ચનાનો મૂડ ખરાબ હતો. અનિમેશે તે જ એક્સાઇટમેન્ટમાં અર્ચનાને પૂછ્યું, ”તેં જમી લીધું?”

કંઈ પણ જવાબ આપ્યા વગર અર્ચનાએ અનિમેશને જમવાનું પીરસ્યું અને બેડરૂમમાં જતી રહી. જ્યારે અર્ચનાએ દરવાજો જોરથી બંધ કર્યો ત્યારે અનિમેશનું ધ્યાન ડાઇનિંગ ટેબલ પર ગયું. હવે તેને સમજમાં આવ્યું કે અર્ચનાએ રોમેન્ટિક ડિનર પ્લાન કર્યું હતું અને તેણે ઘરે આવવામાં મોડું થતાં તેનો મૂડ ખરાબ થઈ ગયો હતો.

અનિમેશે પ્લેટમાં અર્ચના માટે જમવાનું લીધું અને રૂમનું બારણું ખખડાવી બોલ્યો, ”સોરી યાર, મને નહોતી ખબર કે તારો આવો કોઈ પ્લાન હશે, નહીં તો હું જલદી આવી જાત.”

Leave a Reply

Your email address will not be published.