મણીનગરના યુવકે એરપોર્ટ વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરીને એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં સગીરાને નગ્ન કરીને તેના વિડીયો બનાવી દીધા હતા. બાદમાં યુવક બ્લેકમેઇલ કરીને સગીરાને ત્રાસ આપતો હતો. આ અંગે સગીરાની માતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ વિસ્તારમાં સગીરા તેના પરિવારજનો સાથે રહે છે. સગીરાને મણીનગર ખાતે રહેતો આરોપી યોગેશ ગીધવાણી એક-બે વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને લઇ ગયો હતો અને મણીનગર ખાતે એક હોટલમાં સગીરાની મરજી વિરુદ્ધ નગ્ન કરીને ફોટા તેમજ વિડીયો ઉતાર્યા હતા.
બાદમાં સગીરાને ઘરે પરત મોકલી દિધી હતી. આ પછી યોગેશ સગીરાને પોન કરીને મારી સાથે વાતચીત કર નહીં તો તારા નગ્ન વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકીઓ આપી હતી.
સગીરાએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી પરંતુ દિકરીની ઇજ્જત ન જાય તે માટે તેઓએ ફરિયાદ કરી ન હતી. બાદમાં યોગેશે સગીરાની માતાને પણ ફોન કરીને બિભત્સ શબ્દો બોલ્યા હતા. અવાર નવાર સગીરાના ઘરે આપીને યોગેશ આંટાફેરા કરતા હતા. અંતે સગીરાની માતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી યોગેશ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.