અનંત ચતુદર્શીએ રચાશે ખાસ સંયોગ, ભક્તો ભાવપૂર્વક કરશે ગણેશ વિસર્જન

DHARMIK

ભારતમાં 10 દિવસીય ગણેશ ઉત્સવ (Ganesh Festival in India) હવે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. અનંત ચતુર્દશી 2021, રવિવાર, 19 સપ્ટેમ્બરે, (Anant Chaturdashi 2021) ગણપતિને વિદાય આપવામાં આવશે અને શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. ગણપતિ બાપ્પા એક પરોપકારી અને દુ:ખ હર્તા છે, આ ભાવનાથી તેમના ભક્તો તેમને ખૂબ ધામધૂમથી ઘરે લાવે છે. ભક્તો માને છે કે જ્યારે ગણપતિ ઘરેથી વિદાય લે છે, ત્યારે તે ઘરના તમામ દુ:ખ અને મુશ્કેલીઓ પોતાની સાથે લઈ જશે.

હિન્દુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને અનંત ચૌદસ પણ કહે છે. આવતી કાલે 19 સપ્ટેમ્બર રવિવારના રોજ અનંત ચતુર્દશી (Anant Chaturdashi) છે. અનંત ચૌદસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરે છે. આ સાથે ગણપતિનું વિસર્જન (Ganpati Visarjan ) પણ કરવામાં આવે છે. આ સાથે ગણપતિ ઉત્સવ સમાપ્ત થાય છે.

અનંત ચતુર્દશીની પૂજા વિધિની રીત
અનંત ચતુર્દશી વ્રતનું મહત્વ અગ્નિ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે સવારના સ્નાન કર્યા પછી, પૂજા સ્થળે કળશ સ્થાપિત કરો. આ પછી કળશ પર ભગવાન વિષ્ણુની તસવીર મૂકો. કુમકુમ, કેસર અને હળદરથી દોરો રંગીને અનંત સૂત્ર બનાવો. આ વ્રતમાં સૂતર કે રેશમના દોરાને કંકુથી રંગીને તેમાં ચૌદ ગાંઠ બાંધવામાં આવે છે.

અનંત ચતુર્દશી પૂજા મુહૂર્ત
અનંત ચતુદર્શીએ શુભ મુહૂર્ત સવારે 6.07 મિનિટે શરૂ થશે, જે આગલા દિવસ 20 સપ્ટેમ્બર સવારે 5.30 કલાક સુધી રહેશે. અનંત ચતુર્દશી પર પૂજા માટે શુભ મુહૂર્તનો કુલ સમય 23 કલાક 22 મિનિટ સુધી રહેશે.

બની રહ્યો છે આ ખાસ યોગ
હિંદુ પંચાગ અનુસાર આ વખતે મંગળ, બુધ અને સૂર્ય એક સાથે કન્યા રાશિમાં વિરાજમાન હશે. ત્રણેય ગ્રહો એક સાથે હોવાના કારણે મંગળ બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ધાર્મિક માન્યતા છે કે આ વિશેષ યોગમાં ભગવાનની પૂજા કરવા પર વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *