અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, 15 વર્ષ નાની ઉંમરના પ્રેમી સાથે બંધાયા સંબંધ, બેડ પર સૂતા હતાને આવ્યો પતિ… પછી તો….

nation

સુરતમાં વધુ એક અનૈતિક સંબંધનો અંત હત્યાના રૂપમાં આવ્યો છે. પત્નીના તેનાથી 15 વર્ષ નાની ઉંમરના પ્રેમી સાથેના અનૈતિક સબંધ પતિને ખબર પડતાં પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના સંદર્ભે સચિન GIDC પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન GIDC પોલીસ મથકની હદમાં આવેલા લક્ષ્મી ફલોર મિલમાં રસોઈ બનાવાનું કામ કરતી 45 વર્ષીય કિતાબશ્રી નામની મહિલા ગત વર્ષે લોકડાઉનમાં પોતાના વતન બિહારમાં ગઈ હતી. ત્યાં તેમને કોરોનાના લીધે કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યાં જ કોરોન્ટાઇન સેન્ટરમાં અન્ય એક યુવક જેની યુવતીની ઉંમર કરતા 15 વર્ષ નાના મનીષ નામના યુવક સાથે આંખ મળી હતી. બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાં જ બને જણાંએ એક બીજાના મોબાઈલ નંબરની પણ આપ લે કરી હતી.

ત્યારે થોડાક સમય પછી સુરત પરત ફરેલી કિતાબશ્રી તેની સાથે અવાર નવાર ફોન પર વાત કરતી હતી. એક દિવસ પતિએ તેને ફોન પર વાત કરતા જોતા કોની સાથે વાત કરે છે. તેવું પૂછ્યું હતુ. મહિલાએ તેને તેના કોરોન્ટાઈન વખતે થયેલી મિત્રતા વિશે જણાવ્યું હતું. જ્યાં પતિએ તેને મનિષ સાથે વાત કરવાની ના પાડી હતી. આ વાતને લઈ અવાર નાવર બને વચ્ચે ઝગડા પણ થતાં હતાં.

બે દિવસ અગાઉ પતિને નોકરી પર કોઈ કામ નહીં હોવાથી તેની પત્નીને મળવા જવાનું નક્કી કર્યું હતું, જ્યાં પત્ની રસોઈ બનાવાનું કામ કરતી હતી, ત્યાં પતિ મળવા ગયો હતો. ત્યાં જ મૂળ બિહારનો અને અમદાવાદમાં કામ કરતો મનિષ બેડ પર સૂતો હતો. પતિએ આ વ્યક્તિ વિશે પૂછતાં પત્નીએ તેનો મિત્ર જેની સાથે તે ફોન પર વાત કરતી હતી તે હોવાનું કહેતા પતિનો ગુસ્સો આપા બહાર થઈ ગયો હતો.

બને વચ્ચે બોલાચાલી થઈ, ત્યારબાદ પતિએ પોતાનો ગુસ્સો કાબુ બહાર કરતા ત્યાં જ પડેલી ચપ્પુથી પત્નીને પેટના ભાગે અને ગળાના ભાગે ઘા ઝીંકી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતક મહિલાની પુત્રીની ફરિયાદ લઈ ફરાર પતિની શોધ શરૂ કરી હતી. પોલીસે હત્યારા પતિ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે તેને સચિન વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને તેને તેની જ પત્નીની હત્યા કેસમાં ધરપકડ કરી કરી જેલ હવાલે કર્યો દીધો છે.

ત્યારે 20 વર્ષીય પુત્રી લગનની ઉંમર હોઈ તેના માંગા શોધવાને બદલે માતા તેનાથી 15 વર્ષ નાની ઉંમરના વ્યક્તિ સાથે અનૈતિક પ્રેમ સંબંધમાં પડતા આ અનૈતિક સબંધનો અંત હત્યાના રૂપમાં સામે આવ્યો છૅ…

Leave a Reply

Your email address will not be published.