અમિત શાહની હાજરીમાં ઐતિહાસિક કાર્બી આંલગોંગ કરાર પર હસ્તાક્ષર, લાંબા સમય બાદ આસામમાં શાંતિની શરૂઆત

nation

કેન્દ્ર સરકારે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી ડો.હિમંત બિસ્વા સરમા અને કાર્બી સંગઠનોના પ્રતિનિધિઓની હાજરીમાં દિલ્હીમાં ત્રિપક્ષીય કાર્બી શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. કરાર બાદ અમિત શાહે કહ્યું કે આસામમાં કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ એક ઐતિહાસિક કરાર છે.

ઐતિહાસિક કરાર બાદ અમિત શાહે ટ્વિટ કર્યું કે ઐતિહાસિક કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મોદી સરકાર દાયકાઓ જૂના સંકટને ઉકેલવા અને આસામની પ્રાદેશિક અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

કાર્બી આસામનો એક પ્રમુખ જાતીય સમૂહ છે, જે ઘણા પક્ષો અને ટુકડાઓથી ઘેરાયેલ છે. કાર્બી સમૂહનો ઇતિહાસ 1980ના દાયકાના ઉતરાર્ધથી હત્યાઓ, જાતીય હિંસા, અપહરણ અને કરવેરા સાથે સંકળાયેલો છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કરાર બાદ કહ્યું કે કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર એ આસામ માટે ઐતિહાસિક દિવસ છે. નવા કરાર હેઠળ, પહાડી આદિવાસી લોકો ભારતીય બંધારણની અનુસૂચિ 6 હેઠળ અનામત મેળવવા માટે હકદાર બનશે.

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર કરવા માટે હું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો આભાર માનું છું, જે દાયકાઓ જૂના સંકટને ઉકેલવા, આસામની પ્રાદેશિક અખંડિતતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. હું આસામના મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું. આજના કરારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રયત્નોએ પણ ફાળો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *