ગુજરાતની દીકરી ભાવિનાએ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું: અમિત શાહ

GUJARAT

કેન્દ્રીય ગૃહમંત્રી હાલ પોતાના ગુજરાતના પ્રવાસ પર છે, ત્યારે અહીં તેમણે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકાની 3,844 સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે જાહેરસભાને સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છે કે, દેશનો કોઈ બાળક કુપોષણનો શિકાર ના બને અને દેશની માતાઓ સુરક્ષિત રહે. 2016માં શરૂ થયેલી પ્રધાનમંત્રી માતા સુરક્ષા યોજના અંતર્ગત દર વર્ષે 23 લાખ માતાઓના સ્વાસ્થ્યનું ચેકિંગ થાય છે. અમદાવાદ જિલ્લાની 7000 બહેનોને દર મહિને પૌષ્ટિક લાડુ પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

આ સાથે જ તેમણે સરપંચ અને અધિકારીઓને જણાવ્યું હતું કે, કોઈ પણ યોજના લોકો સુધી પહોંચે, તેનું ધ્યાન રાખે. જો દરેક યોજના લોકો સુધી પહોંચશે, તો જ આપણો જિલ્લો ગુજરાતનો વિકસિત જિલ્લો બની રહેશે.

ટોક્યો પેરાલિમ્પિકની વાત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ભારત માટે ગર્વનો દિવસ છે. આજથી 51 વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મારી તમામ દેશવાસીઓને જન્માષ્ટમી પર્વની શુભકામના. આ સાથે જ દેશ માટે ગર્વની વાત છે કે, આજે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે એકસાથે 4 મેડલ જીત્યાં છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે. આ સાથે જ તેમણે ગુજરાતની દીકરી ભાવિના પટેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાતની દીકરી ભાવિના પટેલે સિલ્વર મેડલ મેળવીને ગુજરાત જ નહીં, પરંતુ દેશનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *