અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે એવી TRICK અપનાવી કે તમને વાંચીને ગભરામણ થશે

WORLD

ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે લોકો મોટાભાગે મેક્સિકો સરહદનો સહારો લે છે. કેટલીય વખત લોકોને ટ્રાન્સપોર્ટ દ્વારા છુપાઇને સરહદ પાર કરવાની કોશિષ કરતાં પકડ્યા છે. કેટલાંક ચીની લોકોની પણ મેક્સિકોની સરહદ પર ધરપકડ કરાઇ છે જેઓ ગેરકાયદે અમેરિકા જવા માંગતા હતા. આ લોકોએ અમેરિકામાં પ્રવેશ કરવા માટે એવી અજીબ ટ્રિક અપનાવી કે તમને વાંચીને ગભરામણ થશે. જી હા કોઇ ફર્નિચરની વચ્ચે છુપાયેલું હતું તો કોઇ વોશિંગ મશીનની અંદર બંધ હતું.

અમેરિકા-મેક્સિકોની સરહદથી 11 ચીની માઇગ્રેન્ટસની ધરપકડ કરાઇ છે. ગયા શનિવારના રોજ જ્યારે એક ટ્રેક મેક્સિકોથી અમેરિકા જઇ રહી હતી ત્યારે પેટ્રોલિંગ અધિકારીઓએ તેમાં મૂકાયેલા ફર્નિચર અને અન્ય સામાનમાં છુપાયેલા ચીનીઓને દબોચી લીધા. ટ્રકનો ડ્રાઇવર એક અમેરિકન નાગરિક હતો. તેની પણ ધરપક કરી લેવાઇ છે. અમેરિકન કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેકશને કહ્યું છે કે 11 ચીનીઓની ધરપકડ કરી તેમના પર ગુનાહિત કેસ ચલાવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના લીધે ચીનીઓને અમેરિકાના વીઝા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ ચીનના શિજિચાંગ પ્રાંતમાં મુસ્લિમોને કેદ કરવાને લઇ ચીની અધિકારીઓ પર પણ વીઝાને લઇ પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકા કેટલીય વખત ચીનની જેલોમાં બંધ ઉઇગર મુસલમાનોનો પણ ઉલ્લેખ કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં અમેરિકાના પેટ્રોલિંગ અધિકારીઓએ મેક્સિકો બોર્ડર પર જ પાંચ ભારતીયોને પકડી પાડ્યા હતા. તેઓ પણ એક ટ્રકમાંથી પકડાયા હતા જેને અમેરિકન નાગરિક ચલાવી રહ્યો હતો. ભારતીયોની પાસે કાયદેસરના ઇમીગ્રેશન ડોક્યુમેન્ટ નહોતા.

Leave a Reply

Your email address will not be published.