અમેરિકાના અધિકારીઓને જમીનની નીચેથી એવું મળ્યું કે આંખો પહોળી થઇ ગઇ

WORLD

અમેરિકન અધિકારીઓએ દુનિયાની સૌથી લાંબી સ્મગલિંગ સુરંગ શોધ્યાનો દાવો કર્યો છે. જી હા અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે અમેરિકા-મેક્સિકોની સાઉથવેસ્ટ બોર્ડર પર આ સુરંગ મળી છે. આ સુરંગ દ્વારા મેક્સિકોના શહેર તિજુઆનાની ઇન્ડસ્ટ્રીય સાઇટ પરથી સેન ડિઓગોને જોડી હતી. આ સુરંગમાં એક મોટી રેલવે સિસ્ટમ, એર વેંટિલેશન, હાઇવોલ્ટેજ ઇલેક્ટ્રિકલ કેબલ એન્ડ પેનલ જેવી સુવિધાઓ છે. આ સિવાય સુરંગની એન્ટ્રી પર લિફ્ટ અને એક ડ્રેનેજ સિસ્ટમ પણ છે.

લિફ્ટને શોધનાર અધિકારી એ સમયે ચોંકી ગયા જ્યારે તેમને જાણવા મળ્યું કે સુરંગની લંબાઇ ફૂટબોલના 14 મેદાનથી પણ લાંબી છે. અમેરિકામાં અત્યાર સુધી તેનો કન્ફર્મ એક્ઝિટ પોઇન્ટ મળ્યો નથી. આ સિવાય અત્યારે કોઇપણ પ્રકારનું ડ્રગ્સ પણ મળ્યું નથી. આ કેસમાં અત્યારે કોઇની ધરપકડ પણ કરાઇ નથી.

બોર્ડર પર પેટ્રોલ ઓપરેશન્સ સુપરવાઇઝર લાંસ લેનૉયરે કહ્યું કે આ બીજી સૌથી મોટી સુરંગ છે. અમે કયારેય વિચાર્યું નહોતું કે તેઓ આટલું મોટું કરી શકે છે. તેમણે મને ચોંકાવી દીધો છે.

અધિકારીઓએ કહ્યું કે આ સુરંગ જમીનમાં કેટલાંય ફૂટ ઊંચી છે અને તે ‘ગોફર હોલ્સ’ કહેવાતી નાની સુરંગો કરતાં કયાંય મોટી છે. બુધવારના રોજ મળેલી સુરંગ અંદાજે 70 ફૂટ ઊંડી છે. ઑગસ્ટમાં મૈક્સિકોની લૉ ઇન્ફોર્સમેન્ટને તેના પ્રવેશ દ્વારની ખબર પડી હતી અને અમેરિકન તપાસકર્તાઓએ સુરંગને માપીને કહ્યું હતું કે આકુલ 4309 ફૂટ (1.31 કિલોમીટર)માં પથરાયેલી છે. આ અંદાજે 5.5 ફૂટ ઊંચી અને 2 ફૂટ પહોળી છે. જમીનની નીચે તેની સરેરાશ ઊંડાઇ 70 ફૂટ છે. બુધવારના રોજ આ સુરંગની માહિતી જાહેર કરાઇ. અધિકારીઓનું કહેવું છે કે સૈન ડિઆગોમાં સુરંગનાં એક્ઝિટ પર રેતીની બોરીઓથી પણ રસ્તાને બ્લોક કરાયો છે.

આપને જણાવી દઇએ કે આની પહેલાં પણ મેક્સિકો અને અમેરિકાની બોર્ડર પર કેટલીય સુરંગ મળી ચૂકી છે. આ સુરંગોનો ઉપયોગ ડ્રગ માફિયાઓ દ્વારા ડ્રગ તસ્કરી માટે કરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *