અમે હવે બાળકોના થાય એનું ઓપરેશન કરાવવાનું વિચારીયે છે પણ મને બીક લાગે છે કે પતિ નપુંશક થઇ જશે તો

GUJARAT

પ્રશ્ન : મારી દીકરીની વય 15 વર્ષની છે. તેને એક વર્ષ પહેલાં માસિક આવવાની શરૂઆત થઇ છે પણ તેને બહુ વધારે માસિક આવે છે અને પિરિયડ્સ દરમિયાન પાંચથી છ દિવસ સુધી બ્લિડિંગ થાય છે અને માસિક પણ 20 દિવસોમાં આવી જાય છે. આ કારણે મને ઘણી ચિંતા થાય છે. આના કારણે તેની તબિયતને કોઇ નુકસાન તો નહીં થાય ને? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : આ વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. શરૂઆતના દિવસોમાં વધુ રક્તસ્ત્રાવ થવો એ સામાન્ય છે. આ ઉંમરમાં અંડ ગ્રંથિઓ બરાબર કામ કરતી નથી. તેમજ હાર્મોનના સ્તરમાં પણ ઉતાર-ચઢાવ આવે છે. જેને કારણે વધુ રક્તસ્ત્રાવ થાય છે તેમજ માસિક અનિયમિત રહે છે. આમ છતાં પણ તમે તેનું ચેકઅપ કરાવો અને તેના રક્તમાં હિમોગ્લોબિનનું સ્તર બરાબર છે કે નહીં એ જાણી લો.

ડોકટરની સલાહ મુજબ તેને આયર્નની ગોળીઓ પણ આપવી જોઈએ જેથી તે એનિમિક બને નહીં. આ ઉપરાંત થાયરોઈડ અને સોનોગ્રાફી કરાવીને તેને બીજી કોઈ તકલીફ નથી એની પણ તપાસ કરાવો.

સામાન્ય રીતે પિરિયડ 23થી 35 દિવસમાં આવે છે અને મોટેભાગે રક્તસ્ત્રાવ 2થી 4 દિવસ સુધી થાય છે. આથી કોઈ ગાયનોકોલોજિસ્ટની સલાહ લેવી યોગ્ય છે. 20 વર્ષની કિશોરાવયમાં હોર્મોનના સ્તરમાં થતો ઉતાર-ચઢાવ બંધ થઈ જાય છે અને હોર્મોન સ્થિર તથા સંતુલિત થાય છે એટલે બહુ ચિંતા કરવાને બદલે તબીબી સલાહ લેવી યોગ્ય છે.

પ્રશ્ન : હું 35 વર્ષની મહિલા છું અને મારા લગ્નને દસ વર્ષ થઇ ગયા છે. મારે બે સંતાનો પણ છે. અમે હવે ‌ફેમિલી પ્લાનિંગ પર પૂર્ણવિરામ મૂકવા ઇચ્છીએ છીએ. હું મારા હસબન્ડને વેસેક્ટોમી કરાવી લેવા સમજાવું છું, પણ તેમને લાગે છે કે એ પછી તેમની સેક્સલાઇફ ખતમ થઈ જશે. મને પ્રેગ્નન્સીનો ડર લાગે છે અને તેમને નથી કોન્ડોમ યુઝ કરવું કે પછી વેસેક્ટોમી કરાવવી. શું ખરેખર પુરુષ નસબંધી કરાવ્યા પછી ખરેખર નપુંસક થઈ જાય છે? એક મહિલા (સુરત)

ઉત્તર : વેસેક્ટોમી એટલે કે નસબંધી કરાવવા માત્રથી વ્યક્તિની સેક્સ્યુઅલ ડિઝાયર કે કામશક્તિ ઘટી જાય એવું નથી હોતું. આ બાબતે સર્જરી પહેલાં જેવી જ સ્થિતિ રહે છે અને વીર્યના પ્રમાણમાં પણ ફેરફાર નથી થતો. આ પ્રક્રિયાથી શરીરના અંત:સ્ત્રાવોમાં પણ કોઈ ફરક પડતો નથી એટલે કામેચ્છા પણ યથાવત્ જ રહે છે. એટલે એ માનવું ભૂલભરેલું છે કે નસબંધી કરાવવાથી નપુંસકતા આવે છે. આવી માન્યતા માત્ર ભ્રમ છે.

વેસેક્ટોમી હકીકતમાં તો પુરુષોના સ્ટરિલાઇઝેશનની પ્રક્રિયા છે. એમાં માત્ર સ્પર્મનું વહન કરતી નળીને સીમેનમાં ભળી ન શકે એ રીતે બ્લોક કરી દેવામાં આવે છે. આ સર્જરી ખૂબ જ સરળ અને અસરકારક છે એટલે તમારા પતિને આ સર્જરી માટે ન માનવા પાછળ કોઈ કારણ નથી. એમ છતાં જો તેમને મનથી એ મંજૂર ન હોય તો પરાણે કોઈ વિચાર લાદવો ન જોઈએ.

ફેમિલી પ્લાનિંગ માટે તમે હંમેશાં કોન્ડોમનો ઉપયોગ કરવાનું રાખો એ પણ એટલું જ અસરકારક રહેશે. જોકે યાદ રહે કે હંમેશાં એનો ઉપયોગ થવો જોઈએ. કોન્ડોમ સેફ-સેક્સ માટેનો સારામાં સારો વિકલ્પ છે. જો તમને ફીમેલ કોન્ડોમ ફાવે તો તમે એ પણ વાપરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.