અમે બાળક માટે પ્રયત્ન કરીયે છે પણ પત્નીની યોનિમાંથી બધું વીર્ય વહેલું બહાર આવી જાય છે તો શું કરીયે

GUJARAT

પ્રશ્ન : મારી ઉંમર ૨૮ વર્ષ છે. છેલ્લા પંદર દિવસથી અમે જ્યારે સેક્સ કરીએ ત્યારે મને ખૂબ જ બળતરા થતી હોય છે. ફોરપ્લે વખતે કોઇ જ તકલીફ નથી થતી. મારી યોનિમાંથી પૂરતો પ્રવાહી પદાર્થ પણ નીકળે છે, પણ જેવી આંગળી કે લિંગને યોનિમાં પ્રવેશ કરાવે કે તરત બળતરા શરૂ થઇ જાય છે. આ બળતરા સેક્સ કર્યાં બાદ પણ બે દિવસ સુધી રહે છે ને તે જગ્યાએ થોડી વાસ પણ આવે છે. મારા પતિને સેક્સમાં ખૂબ જ રસ છે, પણ મારી આ તકલીફને કારણે તેઓ કરી નથી શકતા અને તેના કારણે ઉદાસ પણ રહે છે. મારે શું કરવું જોઇએ તે વિશે જણાવશો.

જવાબ : બહેન, તમારી સમસ્યા વાંચતાં એવું લાગી રહ્યું છે કે તમને યોનિમાં ઇન્ફેક્શન થયું હશે. બાકી સેક્સ વખતે જો પૂરતું પ્રવાહી નીકળી ચૂક્યંુ હોય તો આટલી બળતરા લિંગપ્રવેશ સમયે ન જ થવી જોઇએ. માટે કોઇ સારા ડોક્ટરને આ અંગે બતાવીને તપાસ કરાવડાવી લો, કેમ કે આ ઇન્ફેક્શનને ઇગ્નોર કરતાં લાંબેગાળે મોટું નુકસાન થઇ શકે છે. બાકી હવેથી સફાઇમાં ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે, જ્યારે મારી પત્નીની ઉંમર ૨૩ વર્ષ છે. તેનું વજન ખૂબ જ ઓછું છે. અમારાં લગ્નને ચાર વર્ષ થઇ ગયાં છે. અમે હવે બાળક રાખવા પ્રયત્નો કરી રહ્યાં છીએ. આ પ્રયત્ન અમે લગભગ ૬ મહિનાથી કરીએ છીએ. છ મહિનાથી નિરોધ વગર જ સેક્સ કરીએ છીએ, પણ બાળક હજી સુધી રહ્યું નથી. મને શંકા છે કે વીર્યસ્ખલન થાય ત્યારબાદ પત્નીની યોનિમાંથી ખૂબ જ પ્રવાહી નીકળે છે, તો શું વીર્ય બધું બહાર આવી જતું હશે એટલે પત્ની પ્રેગ્નન્ટ નથી થતી? મને યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ : પહેલી વાત એ કે તમે જણાવ્યું કે પત્નીનું વજન ખૂબ જ ઓછું છે, તેની ઉંમર પણ હજી નાની છે. તમે બાળક રાખતાં પહેલાં કોઇ સારા ગાયનેકને મળી લો. અને સૌપ્રથમ ગર્ભ રાખવા કરતાં પત્નીનું થોડું વજન વધે તે માટે માર્ગદર્શન લઇ લો, કેમ કે સાવ ઓછું વજન હોય તો પણ ગર્ભ રહેવામાં તકલીફ થતી હોય છે ને ઘણીવાર એવું બને કે બાળક રહી જાય તો પણ તેમાં કોમ્પ્લિકેશન્સ આવતાં હોય છે, માટે સૌપ્રથમ વજન વધે તે માટેના ઉપાય અજમાવો. ત્યારબાદ વીર્ય યોનિમાંથી બહાર નીકળી જવાની વાત, તો તમને જણાવું કે યોનિમાં માત્ર એક સૂક્ષ્મ કણ પણ વીર્યનો ગયો હોય તો પણ તેનાથી ગર્ભ રહી જતો હોય છે. અને સેક્સ બાદ બધું જ વીર્ય યોનિમાં અંદર નથી રહેતું, ઘણું ખરું બહાર નીકળી જ જાય છે, માટે ગભરાવવાની કોઇ જ જરૂર નથી. તમે હાલ માત્ર પત્નીની કાળજી લઇ તેનું વજન વધારો. તેમજ કોઇ સારા ગાયનેકને બતાવીને આગળ વધજો.

Leave a Reply

Your email address will not be published.