અમદાવાદમાં પિતાએ દીકરીને કહ્યું, ‘તને વળગણ છે, મારી સાથે સંબંધ બાંધવો પડશે’

GUJARAT

પૂર્વ વિસ્તારના કૃષ્ણનગરમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા સાથે તેના જ પિતા તને વળગણ છે અને મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે તેમ કહી પરેશાન કરતા હતા. બીજી તરફ સગીરાના માતાની તેના જેઠ અડપલાં કરી છેડતી કરતા હતા. આમ સાસરિયાથી કંટાળીને પરિણીતાએ પતિ, જેઠ સહિત ત્રણ સામે કૃષ્ણનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં રહેતા રીટાબહેન (પાત્રોનાં નામ બદલ્યાં છે)ના લગ્ન વર્ષ ૨૦૧૪માં કૃષ્ણનગરમાં રહેતા નિકુલ સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ પતિ સહિત સાસરિયાઓ નાની નાની વાતે પરિણીતા સાથે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા. નણંદ અવારનવાર પરિણીતાને તેના ઘરે બોલાવીને ઘરકામ કરાવતી હતી.

જો પરિણીતાથી મોડું થાય તો નણંદ રીટાબહેનને ફટકારતા હતા. થોડા દિવસ પહેલાં નિકુલ તેની ૧૭ વર્ષીય દીકરીને કહેતો કે, મેં એક જગ્યાએ જોવડાવ્યું છે અને તને તારા મામાના ગામનું વળગણ છે, જે મારે કાઢવું પડશે. એટલે તારે મારી સાથે સંબંધ રાખવા પડશે તેમ કહેતા સગીરાએ તેની માતાને જાણ કરી હતી.

આથી પરિણીતાએ પતિને ઠપકો આપતા નિકુલે રીટાબહેનને માર માર્યો હતો. સગીર પુત્રી ઘરે એકલી હોય ત્યારે નિકુલ શારીરિક અડપલાં કરતો હતો. બીજી તરફ, પતિ હાજર ન હોય ત્યારે પરિણીતાનો જેઠ ઘરે આવીને અડપલાં કરીને છેડતી કરતો હતો. આથી કંટાળીને પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ અને નણંદ સામે છેડતી સહિતની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *