અમદાવાદ: ડાન્સ-એક્ટિંગ શીખવાડવાનું કહી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

GUJARAT

ડાન્સ અને એક્ટિંગ શીખવાડવાનું કહીને રાજસ્થાનના 23 વર્ષીય યુવકે સગીરને અન્ય રાજ્યોમાં લઇ જઇને તેની સાથે 3 થી 4 વખત સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ અંગે સગીરની માતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

દાણીલીમડા વિસ્તારમાં સ્મિતા (નામ બદલેલા છે) તેના પરિવાર સાથે રહે છે. તેમણે 14 વર્ષીય પુત્રને ડાન્સ અને એક્ટિંગમાં વધારે શોખ હોવાથી તેઓ ડાન્સ કોચ માટે ઓનલાઇન સર્ચ કર્યું હતું. આ દરમિયાન રાજસ્થાનના મનિષ વર્મા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે તેઓને સંપર્ક થયો હતો.

જે બાદ મનીષ અમદાવાદ આવે, ત્યારે સ્મિતાના ઘરે રોકાતો હતો. મનીષ અલગ-અલગ રાજ્યોમાં ઇવેન્ટ અને ઓડિશનમાં સગીરને સાથે લઇ જતો હતો. જેના લીધે સ્મિતા મનીષને પોતાના ઘરના સભ્યની જેમ રાખતી હતી. થોડા દિવસોથી સગીર ઘરમાં એકલો બેસી રહેતો અને કોઇની સાથે વાતચીત કરતો ન હતો.

આથી ગત 25 એપ્રિલે સગીરની પૂછપરછ કરતા સગીરે રડતાં રડતાં કહ્યું કે, છેલ્લા 6 માસથી મનીષ આપણા ઘરે રોકાતો, ત્યારે તેની ઓડિશન પાસ કરાવી દેવાની લાલચ આપીને તેની સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. આટલું જ નહીં, મનીષે સગીરને ધમકી આપી કે, જો તુ કોઇને પણ કંઇ કહીશ તો તને જાનથી મારી નાંખીશ. આ અંગે સ્મિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મનીષ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published.