અમદાવાદ બાદ દાહોદમાં લવજેહાદ, ગ્રામજનોમા રોષ ફેલાયો

GUJARAT

દાહોદના ગરબાડા તાલુકાના ગાંગરડીમા હિંદુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા ગ્રામજનોમા રોષ ફેલાયો છે. જેમાં વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા ગ્રામજનોએ ગાંગરડી ગામ બંધ રાખી વિરોધ કર્યો છે. તથા યુવતી સોપવા ગ્રામજનો તેમજ પરિવારજનોની માંગ છે. તેમજ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમા અરજી આપી યુવતી પાછી લાવી આપવા માંગ કરી છે.

વેપારીઓએ રેલી યોજી સ્વયંભુ બંધ પાળ્યો

ગુજરાતમાં લવજેહાદના કિસ્સા વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ગઇકાલે અમદાવાદમાં યુવતી નોકરી પર જવાનુ કહીને ઘર પરત ફરી નહતી. જેને લઇને વાલીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પાછળથી યુવતિએ પોલીસમાં ડિક્લરેશન આપ્યુ કે તેણી યુવકને છેલ્લા ઘણા સમયથી ઓળખે છે. અને બંને વચ્ચે પ્રણય થતા તેઓએ લગ્ન કરી લીધા છે. ત્યારે આ વેપારીઓ અને વાલીએ આક્ષેપ કર્યો કે દીકરીનું માઇન્ડ વોશ કરીને તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા છે અને યુવતીને પરત સોંપવામાં આવે. ત્યારે વેપારીઓએ રેલી યોજી સ્વયંભુ બંધ પાળ્યો હતો.

જાણો લવ જેહાદના કાયદા વિશે:

લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. તેમાં આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહિ તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું હતુ. સાથે જ હાઈકોર્ટે કહ્યું હતુ કે, બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહિ.

લવ જેહાદના કાયદા અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં લવ જેહાદની કેટલીક કલમ પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6 માં મનાઈ હુકમ ફરમાવાયો હતો. લગ્નના બાબત જે સુધારા થયા છે તેના પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.