આંબળા અને તુલસીથી આ રીતે દૂર થશે માથાનો ખોડો, કરો આ ઉપચાર

GUJARAT

ઘણી મહિલાઓ આજકાલ ખોડાની સમસ્યાથી પરેશાન રહે છે. જેનાથી બચવા માટે તમે અનેક પ્રકારની ટિપ્સ અપનાવો છો. પરંતુ તમને જણાવી દઇએ કે આ સમસ્યાનો રામબાણ ઇલાજ તમે ઘરે પણ કરી શકો છો. ખોડાને દૂર કરવા માટે આંબળાનું તેલ ખૂબ ફાયદાકારક છે. આંબળાથી તમે તમારા વાળને સુંદર બનાવી શકો છો અને તેનાથી ખોડાની સમસ્યાને પણ દૂર કરી શકો છો.

તેમા વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા વાળને મજબૂત બનાવવાની સાથે કાળા અને ભરાવદાર પણ બનાવે છે. સાથે જ ખોડો, વાળ ખરવા, સફેદ થવા સહિતની સમસ્યાઓને ઓછી કરે છે. એવામાં વરસાદમાં થતી ખોડાની સમસ્યાને પણ દૂર કરી શકો છો. જેના કારણે વાળના મૂળ કમજોર થવા લાગે છે અને માથામાં ખંજવાળ આવવા લાગે છે. તો આવો જોઇએ કેવી રીતે તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

બનાવવાની રીત

– સૌ પ્રથમ આંબળાનું તેલ લો. હવે તેમા તુલસીના 10 પાન લો.

– તુલસીના પાનને પીસીમાં તેલમાં મિક્સ કરી લો.

– આ પેકને તમારા વાળ અને સ્કેલ્પ પર બરાબર લગાવી લો.

– આશરે એક કલાક સુધી તેને રાખી મૂકો.

– તે બાદ શિકાકાઇની મદદથી તમારા વાળ ધોઇ લો.

– ખોડાને દૂર કરવા માટે તમે આ પેકનો ઉપયોગ કરી શકો છો.

– આ ઉપાય અઠવાડિયામાં એક વખત જરૂરથી કરો.

– જેથી થોડાક દિવસમાં તમને ફરક જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *