મારા પતિને મારા સ્તન ખુબજ નાના લાગે છે અને એટલે જ એ રોજ દબાવે છે પણ જોરજોરથી, જેથી મને…

Uncategorized

પ્રશ્ન : હું 24 વર્ષની છું. મેં જયારે મારા પતિ સાથે પહેલી વખત ઈન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઈન થયું. મેં ગાયનેકોલોજિસ્ટની પણ સલાહ લીધી. તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઈબ કરી. તેમણે મને મારા વજાઇનલ મસલ્સ ટાઈટ ન કરવાની પણ સલાહ આપી હતી પણ આ બધું કર્યા પછી પણ મારી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. મેં મારી વર્જિનિટી છ વર્ષ પહેલાં ગુમાવી હતી અને ત્યારે મને કોઈ જ તકલીફ નહોતી પડી. આમ, મારા લગ્ન પછી જાતીય જીવનમાં મોટી સમસ્યા આવી પડી છે. એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : જો તમને જાતીય સંબંધ બાંધતી વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે. ઘણી વખત શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે, જેથી સંભોગ દરમિયાન ચીકાશ થતા વાર લાગે છે. યોગ્ય ચીકાશ વગર જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે જેથી દુ:ખાવો થાય છે. આનો સરળ અને ઘરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે જરૂર પડે ત્યારે ક્રીમનો ઉપયોગ કરો.

આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દૂર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને સેકન્ડ ઓપનિયન લઈ શકો છો. જો તમે પહેલીવાર જાતીય જીવન માણ્યું ત્યારે તમને કોઈ દુઃખાવો નહોતો થયો અને અત્યારે થઈ રહ્યો છે તો તેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ.

આ કારણ શારીરિક અથવા તો માનસિક હોઈ શકે છે. શક્ય છે કે તમે ઉતાવળમાં કે પછી ચિંતામાં શારીરિક સંબંધ બાંધ્યો હોય અને એના કારણે આ શારીરિક સમસ્યા સર્જાઇ હોય. હકીકતમાં શારીરિક સંબંધ પછી અનુભવાતા આનંદનું માનસિક કનેક્શન પણ હોય છે. તમે તમારા પતિ સાથે માનસિક રીતે વધારે એકરૂપ થશો તો એની હકારાત્મક અસર તમારા શારીરિક સંબંધ પર પણ પડશે. આ કારણ વિશે જાણીને એને દૂર કરવાથી તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

પ્રશ્ન : મારાં લગ્નને થોડો સમય જ થયો છે, મારી સમસ્યા એ છે કે મારા બ્રેસ્ટ ઘણાં જ નાના છે. આ કારણે મારા પતિ તેને ખૂબ જ મસળે છે. મને આંખમાં પાણી આવી જાય અને બેથી ત્રણ દિવસ સુધી દુખે એવી ખરાબ હાલત થઈ જાય છે. હું ના કહું તો ગુસ્સે થઇ જાય છે, મને કહે છે કે તે એવું નહીં કરે તો તે ભાગ વધશે જ નહીં. મને મારા નાના બ્રેસ્ટના કારણે તે ઘણું ટોર્ચર કરે છે.

તેને રાત્રીએ બેડમાં જાણે ઝનૂન સવાર થઈ જાય છે. હું જાણું છું કે આ રીતે એ ભાગ નહીં મોટો થાય પણ પતિના મનમાં આ વાત સમજાતી જ નથી. મારા પતિ આ બાબતે મને ખૂબ જ હર્ટ કરે છે, માનસિક અને શારીરિક બંને રીતે તકલીફ થાય છે. પ્લીઝ, મને કોઈ એવી દવા જણાવશો જેથી આ સમસ્યા દૂર થાય અને મારા બ્રેસ્ટ મોટા થઈ જાય.

જવાબ : તમારા પતિ તમારી સાથે ખોટું કરી રહ્યાં છે. આ વસ્તુ સહન કરવાને બદલે તેમને સમજાવવાનો હજી પ્રયત્ન કરો. લાગે તો ઘરની બીજી લેડિઝને આ વાત જણાવો, કારણ કે બ્રેસ્ટ નાના હોય કે મોટા એનાથી સેક્સ ઉપર કોઇ પ્રભાવ પડતો નથી. આ માત્ર માણસના મગજની જ ઉપજ છે. ખરેખર તો નાનાં બ્રેસ્ટવાળી સ્ત્રીઓ જલદીથી ઉત્તેજના અનુભવતી હોય છે. રહી વાત દવાની તો આવી કોઈ દવા હજી સુધી નથી શોધાઈ. તમે સર્જરીનો સહારો લઇ શકો છો. તમારા પતિ તમને ટોર્ચર કરે છે તો તેમને જ કહો કે તે પૈસા ખર્ચીને સર્જરી કરાવે, કારણ કે દવાથી માત્ર કેમિસ્ટ સિવાય બીજા કોઈને ફાયદો નહીં થાય.

Leave a Reply

Your email address will not be published.