અમારો સંભોગ સમય વધુ ચાલે તો પત્નીને ઘસારાના લીધે દુખાવો થવા લાગે છે.જાણો તમે પણ

nation

પ્રશ્ન : મારે મારાં સેક્સ સેશનના સમયમાં વધારો કરવો છે માટે મારે શું કરવું જોઈએ? હું દરરોજ 1થી 2 વખત જાતીય સંબંધ માણું છું. હું આના સમયગાળામાં વધારો કરવા ઇચ્છું છું. શું આ શક્ય છે? એક પુરુષ (વાપી)

ઉત્તર : જ્યારે પણ તમે જાતીય જીવન માણતા હશો તેમાં સૌથી વધુ અગત્યની વાત ક્વોલિટી છે, ક્વોન્ટિટી નહીં. જો તમે દિવસમાં ઘણી બધી વખત જાતીય સંબંધ માણતા હો પણ જો તમે કે તમારા પાર્ટનર ખુશ ન હો તો તેવાં જાતીય જીવનનો કોઈ ફાયદો નથી. આનાથી વિરુદ્ધ જો તમે અઠવાડિયામાં એક જ વખત સેક્સ માણો પણ એનાથી તમે અને તમારો પાર્ટનર ચરમસીમા અનુભવતા હો તો એ વાત જાતીય જીવન માટે વધુ મહત્ત્વની છે.

જાતીય જીવન આનંદ માટે હોય છે, મજુરી માટે નહીં. સેક્સ સેશનનો સમય વધારવા પર આવીએ તો, સામાન્ય રીતે અર્લી ઓર્ગેઝનિક રિસ્પોન્સ સામાન્ય ભાષામાં પ્રિમેચ્યોરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ તકલીફ સામાન્ય છે. તેનો ઈલાજ પણ એટલો જ સરળ છે. સૌ પ્રથમ તો નિયમિત જાતીય જીવન માણો અને બને તેટલો ફોરપ્લે સમય માણો.

સમસ્યા : હું 30 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 26 વર્ષની છે. અમારે એક 2 વર્ષનો બાબો છે. ડિલિવરી વખતે યોનિમાર્ગ ચિરાઇ જવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, પણ જ્યારે જ્યારે અમારો સમાગમ સમય વધારે ચાલે ત્યારે વધારે પડતા ઘર્ષણને કારણે યોનિમાર્ગમાં દુ:ખાવો થાય છે. ગર્ભનિરોધક સાધન તરીકે નિરોધનો ઉપયોગ કરું ત્યારે તો વધારે પીડા તેને થાય છે. દુ:ખાવો ન થાય તેનો ઉપાય બતાવશો.

ઉકેલ : ઘણીવાર સંભોગ પૂર્વેની રમતમાં પૂરતો સમય ન આપવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ભીનાશ અનુભવાતી નથી, જેથી સમાગમ વખતે સ્ત્રીને દુ:ખાવો થાય છે. યાદ રાખો, પુરુષ જલદી ઉત્તેજના અનુભવે છે જ્યારે સ્ત્રીને તૈયાર થતાં થોડી વાર લાગે છે. વળી, કોઇકને કાનની બૂટ સ્પર્શ કરતા જલદી ઉત્તેજના આવે તો કોઇ સ્ત્રીને સ્તનને સ્પર્શ કરવાથી વધારે આનંદ મળે છે.

આની ખબર માત્ર એકબીજા જોડે વાતચીત કરવાથી જ જાણી શકાય છે. માટે એકબીજાની પંસદ-નાપંસદનો સંવાદ પતી-પત્ની વચ્ચે ખૂબ જ જરૂરી છે. પત્નીને દુ:ખાવો ટાંકાને કારણે હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ ટાંકા ઘણી બધી સ્ત્રીઓને લેવા પડતા હોય છે. માટે આપ ફોર પ્લેમાં થોડો સમય વધારે આપો અને જરૂર લાગે ત્યારે ઘરમાં ઉપલબ્ધ ક્રીમ, તેલનો પ્રયોગ પ્રવેશ પૂર્વે કરો. આમ કરવાથી આપની મૂંઝવણ દૂર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *