અમારે એક બાળક છે પણ હવે પત્નીને સમાગમમાં રસ નથી રહ્યો,એ મને ટચ પણ નથી કરવા દેતી

GUJARAT

પ્રશ્ન : હું એક વર્કિંગ વુમન છું. હું સતત વ્યસ્ત રહું છું. મારા પતિ મારી સ્થિતિ સમજે છે અને આ કારણે મને ઘરકામમાં હંમેશા મદદ કરે છે. અત્યાર સુધી એકલા હતા ત્યાં સુધી કોઇ ખાસ સમસ્યા નહોતી પણ મારા સસરાના અ‌વસાન પછી મારા સાસુ અમારી સાથે રહેવા આવ્યા છે અને તેમને મારા પતિ મને ઘરકામમાં મદદ કરે એ બિલકુલ નથી ગમતું. તેમની આવી માનસિકતાને કારણે અમારા ઘરમાં વાતાવરણ તંગ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે. ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે. સમય જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે.

આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે 70-80 વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે.

જોકે પરિવારના વડીલો માટે આ ફેરફારનો સ્વીકાર જ્યારે થોડો મુશ્કેલ બને છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. તમે અને તમારા પતિ મળીને તમારા સાસુને સમજાવી શકો છો કે ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે.

તમે તમારા સાસુને સમજાવામાં તમારા પતિની મદદ પણ લઇ શકો છો. બની શકે કે માતા તરીકે સાસુ તમારા પતિની વાતને વધારે સારી રીતે અને હકારાત્મક લાગણીથી સમજી શકે. જો તમારા પતિ ઘરમાં કામ કરાવે છે તો તમે પણ તમારા પતિને ઘરનો આર્થિક બોજ ઉઠાવવાામાં મદદ કરો છો એ હકીકત તમારા સાસુ સમજી જશે તેમની માનસિકતા ચોક્કસ બદલાશે.

પ્રશ્ન : નમસ્તે મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છે, મારે ત્રણ વર્ષનો બાબો પણ છે. ડિલિવરી બાદ મારી પત્નીને સેક્સ કરવામાં રસ નથી રહ્યો, તે સેક્સ કરવાની ના જ પાડે છે. તેને ડર લાગે છે તેથી મને ટ્ચ પણ કરવા દેતી નથી. તેની આ મૂંઝવણના કારણે હું ખૂબ જ ચિંતામાં છું. મેં તેને ડોક્ટર પાસે જવાનું પણ કહ્યું પણ તે ના પાડે છે, હું શું કરું ?

જવાબ : તમારી પત્નીના પિયરમાં ઘાર્મિક વાતાવરણ હશે. એમાં ઘણી વખત સેકસને પાપકર્મ તરીકે ઓળખવામાં આવે છે. એ માન્યતા તમારી પત્નીના મનમાં ઘર કરી ગઈ હશે તો એ દૂર કરવી પડશે. એ માટે ખૂબ જ ધીરજથી પ્રયાસ કરતા રહેવું પડશે. એના મનમાં રૂઢ થયેલી માન્યતાના કારણે તે સેકસથી દૂર પ્રયાસ કરતી હોય એવામાં તમે તેને ટચ કરો તો કુદરતી રચનાના કારણે તેનામાં સેક્સનો આવેગ જાગવા લાગતો હશે.

તેથી ડરીને એ તમને દૂર જ રાખતી હશે. ઘણા પરિવારો (કોઈપણ ધર્મના)માં છોકરીને એવું શીખવવામાં આવે છે કે એક-બે બાળકો જન્મ પામે એટલા પૂરતું સેક્સ કરવું પડે બાકી ફક્ત આનંદ માટે સેક્સ કરવું એ પાપકર્મ છે.

નર્કનો માર્ગ છે… વગેરે વગેરે! આ માન્યતા દૂર કરવા માટે મનોવિજ્ઞાનીની મદદ લઈ ધીરજપૂર્વક તમારે તેને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા સમજાવવી પડશે. જેથી તેને સમજાય કે કુદરતે જ આ ક્રિયાનું નિર્માણ કર્યું છે. એ પાપ શી રીતે હોઈ શકે. જરાય ઉતાવળ કે બળજબરી કરશો તો જીવનભરનો મામલો બગડી જશે.

Leave a Reply

Your email address will not be published.