અમારા લગ્નને 8 વર્ષ થયા,પણ મારા પતિ એકપણ વાર મારી શારીરિક ભૂખ ભાગી નથી શક્યા તો હું હવે બીજા કોને ક્વ

GUJARAT social

પ્રશ્ન : હું ૨૮ વર્ષની પરિણીતા છું. મારાં લગ્નને ૮ વર્ષ થઈ ગયાં છે, પણ હજી સંતાન સુખથી વંચિત છું. મેડિકલ તપાસ કરાવતા જાણવા મળ્યું કે મારા પતિના વીર્યમાં શુક્રાણુ નથી, જેના લીધે હું ગર્ભધારણ કરવા સક્ષમ નથી. ડોક્ટરે અમને સલાહ આપી કે અમે બાળક દત્તક લઈએ અથવા ટેસ્ટ ટયૂબ બેબી પધ્ધતિ અપનાવીએ.

મારા પતિ ટેસ્ટ ટયૂબ બેબી પધ્ધતિ અપનાવવા ઈચ્છે, પણ મારા મનમાં ઘણીબધી શંકાઓ છે. શું એ સાચું છે કે ટેસ્ટ ટયૂબ બેબી પધ્ધતિથી જન્મ લેનાર બાળકમાં માનસિક અને શારીરિક વિકૃતિ થવાનું જોખમ રહે છે? મેં સાંભળ્યું છે કે ૪-૫ વર્ષ પછી આ પ્રકારનાં બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ અટકી જાય છે. તેમનાં હાડકાં કમજોર અને વાંકાચૂકા થઈ જાય છે. યોગ્ય સલાહ આપો.

એક મહિલા (મુંબઈ)

ઉત્તર : હકીકત તો એ છે કે જો તમારી ગર્ભધારણ કરવાની ક્ષમતા સામાન્ય હોય, તો તમારે ટેસ્ટ ટયૂબ બેબી પધ્ધતિની મદદ લેવાની જરૂર નથી. જો તમારા પતિના વીર્યમાં શુક્રાણુ ન હોય અને તમારામાં માતા બનવાના જરૂરી ગુણ છે. તો યોગ્ય એ રહેશે કે તમે કોઈ સારા ઈન્ફર્ટિલિટિ સેન્ટરમાં નિષ્ણાતો પાસે આગળની સારવાર માટે સલાહ લો.

આ પરિસ્થિતિમાં પતિ-પત્નીની સહમતી હોય તો કોઈ અજાણ્યા પુરુષના વીર્યથી પ્રયોગશાળામાં સ્ત્રીનું કૃત્રિમ ગર્ભાધાન કરાવી શકાય છે. ટેક્નિકલ રીતે આને આર્ટિફિશિયલ ડોનર ઈનસેમિનેશનનું નામ આપવામાં આવે છે પણ આ વિકલ્પ પસંદ કરતાં પહેલાં તમારા બંનેનું સાઈકોલોજિકલ કાઉન્સેલિંગ થવું જરૂરી છે. આ ટેક્નિકની દરેક બાજુને સમજીને તમે બંને સહમત થાઓ, ત્યારે જ આ પગલું ભરજો.

બાળકને થનાર જે વિકૃતિઓની તમે ચર્ચા કરી છે, તે જિનેટિક વિકૃતિ અવશ્ય છે, પરંતુ ટેસ્ટ ટયૂબ બેબી પધ્ધતિ સાથે કોઈ સીધો સંબંધ નથી. તે થવાનું જોખમ ત્યારે જ રહે છે, જ્યારે માતાના અંડકોશમાં કે પિતાના શુક્રાણુમાં આ રોગ જિનેટિક રીતે છુપાયેલા હોય.

તમે હકારાત્મક વિચારસરણી સાથે કોઈ પદ્ધતિ અપનાવો અને શરૂઆતથી જ ડોક્ટરની દેખરેખમાં રહો, તો કોઈ કારણ નથી કે તમારું સંતાન સ્વસ્થ અને સામાન્ય ન જન્મે. કોઈ બાળકને દત્તક લેવાના પ્રસ્તાવ પર પણ તમે બંને મુક્ત મને વિચાર કરી શકો છો.

પ્રશ્ન : મારી ઉંમર ૪૩ વર્ષ છે. મારું ગર્ભાશય નીચેની તરફ ખસી ગયું છે, જેને ડોક્ટરે પ્રલેપ્સ ઓફ ધ યૂટરસ હોવાનું જણાવ્યું છે. તેમની સલાહ છે કે મારે ગર્ભાશય કઢાવી નાખવું જોઈએ, પણ મેં સાંભળ્યું છે કે હિસ્ટરેક્ટમી પછી મહિલામાં કમજોરી આવી જાય છે. બીજું, મને એ પણ ડર છે કે મારા પતિ મને આ ઓપરેશન પછી ખબર નહીં કેવી રીતે લેશે. તમારી શું સલાહ છે?

એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : જો તમે તમારો પરિવાર પૂરો કરી લીધો છે અને તમારા કેસમાં પ્રોલેપ્સ ઓફ ધ યૂટરસ એ ડિગ્રી સુધી પહોંચ્યું છે કે તેના ઈલાજ માટે ઓપરેશન જરૂરી છે, ત્યારે હિસ્ટરેક્ટમી જ તેનો સૌથી યોગ્ય ઉકેલ છે.

આ ઓપરેશનથી તમારી પર એટલી જ અસર થશે કે તમને માસિકસ્ત્રાવ બંધ થઈ જશે. તેનાથી ન તો તમારા આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થશે, ન કોઈ શારીરિક સમસ્યા અથવા અડચણ ઊભી થશે.

કમજોરી જેવી સમસ્યાઓ મનોવૈજ્ઞાાવિક સ્તરે હોય છે, તેને ગર્ભાશય કાઢવા સાથે કોઈ સંબંધ નથી હોતો.

ગર્ભાશય નીકળી જવાથી સેક્સ-લાઈફ પર પણ કોઈ વિપરીત અસર થતી નથી અને ગૃહસ્થજીવન પહેલાં જેવું જ રહે છે. હા, માતા બનવાની ક્ષમતા પર અવશ્ય પૂર્ણવિરામ લાગી જાય છે.

Leave a Reply

Your email address will not be published.