પ્રશ્ન : હું બે મહિનાથી પ્રેગ્નન્ટ છું અને મૂડ સ્વિંગની સમસ્યા થઈ રહી છે. આનો કોઇ ઉપાય ખરો? એક મહિલા (સુરત)
ઉત્તર : આનો કોઈ ખાસ ઉપાય નથી. ઘણી મહિલાઓને પ્રેગ્નન્સીમાં સ્વભાવ ચીડિયો થઇ જવો, વોમિટિંગ અને થાક જેવી પરેશાની થવા લાગે છે. આ સમય દરમિયાન વજન વધવાની સાથે મહિલાઓમાં હોર્મોનલ ચેન્જ પણ આવી જાય છે. મૂડ સ્વિંગ એટલે કે વારંવાર મૂડ બદલાવાની સમસ્યા હોય તો એક્સરસાઈઝ, યોગ, પ્રાણાયામ અને રેગ્યુલર વોક કરીને મહિલાઓ ફિટ અને ખુશ રહી શકે છે.
આ કસરતો કરવાથી સાથે જ પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થઈ જાય છે અને લેબર પેઇન વખતે પણ રાહત રહે છે. ગર્ભાવસ્થામાં સૌથી મોટી ફરિયાદ જો રહેતી હોય તો એ છે મૂડ સ્વિંગ થવાની. આમ તો આ સામાન્ય બાબત છે અને મોટાભાગની મહિલાઓ આ તબક્કામાંથી પસાર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન અનેક શારીરિક અને માનસિક ફેરફારો થાય છે જેનું કારણ હોર્મોન્સના સ્તરમાં થતો વધારો છે.
મૂડ સ્વિંગ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 6થી 10 અઠવાડિયા દરમિયાન મહત્તમ અનુભવાતા હોય છે. મૂડ સ્વિંગમાં સામાન્ય રીતે ગુસ્સો આવવો, ચિંતા રહેવી, અચાનક રડવા લાગવું તેમજ સ્વભાવ ચીડિયો થઇ જવો જેવા ભાવોનો અનુભવ થાય છે. જો તમારા મૂડ સ્વિંગ થતા હોય તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. સમયની સાથે સાથે એ પણ શાંત થઇ જશે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષની છે, મારી વાઇફની ઉંમર ૨૪ વર્ષ છે. અમારા લગ્નને દોઢ વર્ષ થઇ ગયું છે. પરંતુ આજે પણ સેક્સ કરતી વખતે મારી વાઇફને દુખાવો થાય છે, તો તે માટે અમારે શું કરવું જોઇએ? કોઇ ઉપાય જણાવો.
જવાબ : પહેલી વખત સેક્સ કરવાથી દુખાવો થાય તે સામાન્ય બાબત છે. પહેલી વખત સેક્સ કર્યું હોય અથવા ઘણા સમય બાદ જો તમે સેક્સ કરતાં હોવ તો પણ દુખાવો થઇ શકે છે. પરંતુ લગ્નના દોઢ વર્ષ બાદ પણ દુખાવો થતો હોય તો તમારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઇએ.