એક યુવક જોડે મારે લગ્ન કરવા છે પણ એને કોઈ બીજી જોડ લગ્ન કરવાની વાત કરે છે,તો હું શું કરું

GUJARAT

સવાલ : મારાં લગ્નને દસ વર્ષ થઈ ગયાં છે. છેલ્લાં એકાદ વર્ષથી માસિકના દિવસો દરમિયાન મારાં સ્તનમાં દુખાવો થાય છે. અગાઉ આ દુખાવો માત્ર પીઠ અને પેડુમાં જ થતો હતો. શું મારે ડોક્ટરને મળીને સલાહ લેવાની જરૂર છે?
એક યુવતી (રાજકોટ)

જવાબ : માસિક આવતાં પહેલાં કે માસિક દરમિયાન સ્તનમાં થતો દુખાવો ‘ક્રોનિક માસ્ટીટીઝ’ એટલે કે સ્તનમાં આવતા સોજાના કારણે અથવા તો ‘માસિક’ પહેલાની માનસિક તાણ’ના નામે ઓળખાતાં ઘણાં બધાં લક્ષણોનો એક ભાગ પણ હોઈ શકે છે. આ બેમાંથી કોઈપણ સ્થિતિમાં તકલીફનું સાચું કારણ જાણવા, સ્ત્રીરોગોના નિષ્ણાત ડોક્ટર પાસે પૂરતી તપાસ કરાવવી જરૂરી છે. તેથી ડોક્ટરની સલાહ મુજબ ઈલાજ કરાવશો.

સવાલ: હું ૨૫ વરસની છું. મારા લગ્ન નક્કી થયા છે. પરંતુ આ લગ્ન માટે એ છોકરાની મંજુરી નથી તે બીજી યુવતીને ચાહે છે.પરંતુ તેના પરિવાર તરફથી દબાણ થવાથી તેણે મારી સાથે લગ્ન કર્યાં છે. આ વાત તેણે પ્રમાણિકતાથી મને જણાવી દીધી છે. તેના માતા-પિતા તે દુ:ખ પહોંચાડવા માગતો નથી. આથી મને લગ્ન માટે ના પાડવાની તેણે વિનંતી કરી છે. મારે શું કરવું?
એક યુવતી (મુંબઈ)

જવાબ: આ પરિસ્થિતિમાં તમે લગ્ન માટે ના પાડી દો એ જ યોગ્ય છે. આમ પણ લગ્ન થશે તો એક સાથે ત્રણ જિંદગી બરબાદ થવાની શક્યતા છે. આ છોકરો તેની પ્રેમિકાને ભૂલી જાય એ શક્ય નથી. તમે તમારા મમ્મી-પપ્પાને આ હકીકતની જાણ કરો અને કોઈ પણ બહાનુ બતાવી આ વેવિશાળ તોડી નાખવા માટે કહો તેમને સમજાવો કે તેઓ આ પગલું નહીં લે તો તમારી જિંદગી નરક સમાન બની જશે અને કોઈ પણ માતા-પિતા તેમના સંતાનની જિંદગી દાવ પર લગાડવા તૈયાર થશે નહીં એ વાતની ગેરન્ટી છે.

Leave a Reply

Your email address will not be published.