એક મહિનામાં સૌથી સસ્તું થયું સોનું, આજે પણ કિંમતમાં થયો મોટો ઘટાડો!

GUJARAT

સોનાની કિંમતમાં ઘટાડો થવાનું ચાલુ છે, ગુરુવારે સાંજે 5 વાગ્યે સોનાના ભાવ ઘટીને 46657 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. સોનાનો આ ભાવ છેલ્લા એક મહિનાથી સૌથી ઓછા છે. ચાંદીમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. MCX પર ઓક્ટોબરનો ગોલ્ડ ફ્યૂચર 1.25% ઘટીને 46,311 રૂપિયા પર પહોંચી ગયો છે.

ઈંડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પ્રમાણે 24 કેરેટવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 46657 રૂપિયા થઈ ગયો છે. જ્યારે બુધવારની સાંજે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 47,255 રૂપિયા હતો. એક દિવસમાં સોનુ અંદાજે 600 રૂપિયા સસ્તુ થયું છે.

જ્યારે ચાંદીની કિંમત ઘટીને 62,258 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. એટલે કે એક દિવસમાં ચાંદીનો ભાવ 800 રૂપિયાથી વધુ ઘટી ગયો છે. તો બીજી તરફ શેર બજારમાં સારી તેજી જોવા મળી રહી છે.

હકિકતમાં અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકમાં પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતમાં દબાણ જોવા મળી રહ્યુ છે. સોનુ 1800 ડોલરની નીચે આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 1793.20 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગયું છે.

નોંધનિય છે કે, ફેડરલ રિઝર્વ બેંકની બે દિવસીય બેઠક 21 અને 22 સપ્ટેમ્બરે થવા જઈ રહી છે. એનાલિસ્ટ્સને આશા છે કે, તેમા એસેટ્સની ખરીદીમાં ઘટાડો અને ઈન્ટરેસ્ટ રેટ વધારવા અંગે સંકેત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *