એક ફોન અને આખી બાજી પલ્ટી ગઈ, નહીંતર સંજય દત્ત અને માધુરી દીક્ષિત કરવાના હતા લગ્ન!

Uncategorized

માધુરી દીક્ષિત એટલે એવી અભિનેત્રી કે જેને આખી દુનિયા પ્રેમ કરે છે. એનો અભિનય અને ડાન્સ આજે પણ એટલા જ દમદાર છે. 1967માં જન્મેલી માધુરીએ પોતાના ટેલેન્ટથી ખુબ નામ કમાયું છે. માધુરી પોતાની ફિલ્મો સિવાય પર્સનલ લાઈફને લઈ પણ ચર્ચામાં રહી છે. સંજય દત્ત સાથે તેના અફેરની ખબરોએ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. સંજય દત્તે પણ કહ્યું હતું કે, તે માધુરી સાથે લગ્ન કરવા માગે છે.

કહેવામાં આવી રહ્યું હતું કે, સંજય જ નહીં માધુરી પણ સંજય દત્ત સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ બન્નેના લગ્ન વચ્ચે મોટી તકલીફ હતી સંજય દત્ત પહેલાથી જ પરણેલો હતો. ખલનાયક હિટ થઈ. 1993માં એક ફિલ્મના શૂટિંગ માટે સંજય દત્ત વિદેશમાં ગયો હતો, ત્યારે જ પ્રિયા દત્તાએ તેનો કોલ કર્યો અને માહિતી આપી કે તેના પર એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેવો જ સંજય એરપોર્ટ પર આવ્યો કે પોલીસ એની રાહ જ જોઈ રહી હતી.

પોલીસ સંજયને સીધો જેલમાં લઈ ગયા. આ ઘટના પછી માધુરી અને સંજયના સંબંધોમાં તિરાડ પડી ગઈ. માધુરીને લઈ બીજો એક કિસ્સો પણ ઘણો વાયરલ થયો હતો. માધુરીએ સંજય દત્તની બાયોપિકમાંથી કેટલાક સીન હટાવી દીધા હતા. માધુરી એવું નહોતી ઈચ્છતી કે, બધાની સામે કોઈ વાત સામે આવે.

એટલું જ નથી કે માધુરીનું નામ ખાલી સંજય દત્તા સાથે જોડવામાં આવે છે. એક સિંગર સુરેશ વાડેકરને પણ માધુરી ખુબ પસંદ કરતી હતી. તેમજ બન્ને લગ્ન કરવા માગતા હતા. પરંતુ સુરેશના ઘરના લોકોએ માધુરી દુબળી પતલી છે એવું કહીને રિજેક્ટ કરી નાંખી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *