એક ચોક્કસ રાશિનો સંબંધ છે ધનાઢ્યતા સાથે, આ રાશિના લોકો જલ્દી બને છે કરોડપતિ

GUJARAT

દુનિયામાં અનેક લકો ધનાઢ્ય થવાના સપના જૂએ છે. મોટાં ભાગે લોકો કરોડપતિ બનવાના સપના સેવે છે. કેટલાંક લોકો કરોડપતિ બની જાય છે, પણ કેટલાક લોકોનું સપનું પૂરું થઈ શકતુ નથી. ઘણાં લોકો પોતાના કર્મ પર વિશ્વાસ કરે છે. જ્યારે ઘણાં લોકોનું માનવું છે કે કરોડપતિ બનવા માટે નસીબનો સાથ હોવો જરૂરી છે. દુનિયાના પ્રખ્યાત ફોર્બ્સ મેગેઝીને જ્યારે થોડાં સમય પહેલાં અરબોપતિની યાદી જાહેર કરી તેમાં એક વાત સામે આવી તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. જાણો છો શું છે એ વાત, એક ચોક્કસ રાશિને અને ધનાઢ્યતાને સંબંધ છે.

તમામ રાશિમાં આ બહુમાન કુંભ રાશિને જાય છે. કુંભ રાશિના લોકો અન્યની સરખામણીમાં વધું ધનવાન બને છે. ફોર્બ્સની યાદી પ્રમાણે જોઈએ તો કુંભ રાશિના લોકો અરબોપતિની લિસ્ટમાં સૌથી પહેલું સ્થાન ધરાવે છે. ફોર્બ્સે જાહેર કરેલી યાદીમાં કુંભ રાશિના કરોડપતિની સંખ્યા આશરે 12. 5 ટકા જેટલી છે. સર્વેમાં એક બીજી વાત સામે એ આવી કે કુંભ રાશિના લોકો બીજી રાશિના લોકોની સરખામણીએ વધુ સ્વતંત્ર રીતે રહેવું પસંદ કરે છે. કુંભ રાશિના લોકોમાં સૌથુ વધુ મૌલિકતા જોવા મળે છે.

બીજી છે વૃષભ રાશિ કુંભ રાશિ બાદ બીજા નંબરે આવે છે વૃષભ રાશિ. ફોર્બ્સ દર વર્ષે પૈસા દુનિયાના સૌથી પૈસદાર લોકોનુ લિસ્ટ બહાર પાડે છે. જેમાં ગુજરાતના પણ ઘણાં વેપારીઓ તેના લિસ્ટમાં સામેલ હોય છે. ફોર્બ્સની યાદી પ્રમાણે કુંભ રાશિ બાદ વૃષભ રાશિના આશરે 10.3 ટકા લોકો કરોડપતિ બને છે.

મકર રાશિ- સિંહ રાશિ. ફોર્બ્સના સર્વે મુજબ આ બંને રાશિઓ ત્રીજા નંબરે આવે છે મકર રાશિ અને સિંહ રાશિ. ફોર્બ્સ પ્રમાણે સિંહ રાશિના 10 ટકા લોકો કરોડપતિ જણાયા છે જ્યારે સિંહ રાશિના 9.8 ટકા લોકો કરોડપતિ છે.

ફોર્બ્સના સર્વે દ્વારા વર્ષ 1996થી વર્ષ 2015 સુધી દરેક વર્ષે દુનિયાના 100 પૈસાદાર લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી આ વાત જાણી શકાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *