એક અજાણી યુવતી મારી સાથે સંબંધ બાંધવા ઈચ્છે છે, મારે શું કરવું જોઈએ?

GUJARAT

મારમાં હવે સેક્સ સંબંધી ઈચ્છાઓ જાગૃત થઈ રહી છે અને હું ઈન્ટરકોર્સનો અનુભવ કરવા ઈચ્છું છું. કેટલાક દિવસો પહેલા હું મારા એક જાણકાર દ્વારા યુવતીને મળ્યો હતો. તે મારા સાથે સેક્સ કરવા ઈચ્છે છે.પરંતુ તેની સાથે સેક્સ કરતા પહેલા હું સલાહ લેવા ઈચ્છું છું કે શું મારે તેની સાથે સેક્સ કરવું જોઈએ? જો હાં તો એવામાં કોન્ડમનો ઉપયોગ કરવો યોગ્ય છે? આ ઉપરાંત અન્ય શું સાવધાનીઓ રાખવી જોઈએ?

જવાબઃ એક અજાણ્યા પાર્ટનર સાથે સેક્સ કરવું અનસેફ છે. આ માટે વ્યક્તિની સંપૂર્ણ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. સેક્સ સંબંધી તપાસ ઉપરાંત ફૂલ બોડી ચેકઅપની પણ જરૂરિયા છે, જેથી કોઈ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય.

સવાલઃ હું 27 વર્ષની છું, વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. ઉંમર અનુસાર મારા બ્રેસ્ટ વિકસિત થયા નથી. આ કારણે મારા પતિ મારાથી નાખુશ રહે છે. હું શું કરુ?

જવાબઃ તેમ આ વાતને જાણી લો કે કેટલીક વસ્તુઓ જન્મજાત હોય છે. જેમ કે ચેસ્ટ, પ્રાઈવેટ પાર્ટનો આકાર વગેરે.ઓપરેશન વિના તેમાં કોઈ ફેરફાર નથી કરી શકતા. ચેસ્ટ સાથે જોડાયેલી કેટલીક એક્સરસાઈઝથી આ ભાગ વધારે ઉઠેલો દેખાઈ શકે. આ એક્સરસાઈઝને તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી શીખી શકો છો. ઉપરાંત ઓપરેશન દ્વારા પણ ચેસ્ટ વિકસીત બતાવી શકો.આ પ્લાસ્ટિક સર્જરી હોય છે. એક વાત ખાસ ધ્યાન રાખો કે માર્કેટમાં મળતા તેલ અને ક્રીમના ઉપયોગથી આ મામલે કોઈ ફાયદો નહીં થાય.

સવાલ: મને મારા ફિટનેસ ટ્રેઈનર સાથે સમય વિતાવવો ખૂબ જ પસંદ છે. અમે હજુ સુધી મર્યાદા નથી ઓળંગી, પરંતુ મને તેની સાથે ખૂબ જ ગમે છે. હું તેને મળવાના બહાના શોધતી રહું છું, અને તેને મારા ઘરે પણ બોલાવું છું. મારા પતિ કામકાજ માટે મોટાભાગે બહાર જ રહેતા હોવાથી તેઓ ભાગ્યે જ ઘરે હોય છે, અને તેમની ગેરહાજરીમાં મારો ટ્રેઈનર જ મારી સપોર્ટ સિસ્ટમ બની ગયો છે. જોકે, હવે મને એ વાતનો ડર લાગી રહ્યો છે કે મારા પતિને અમારા રિલેશન પર શંકા થઈ તો હું શું કરીશ? હું તો એ પણ નથી જાણતી કે અમારા સંબંધોને નામ શું આપવું.

સારા સંબંધોની એક લાક્ષણિકતા એ છે કે તમે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હો ત્યારે બીજા કોઈ પ્રત્યે તમને આકર્ષણ નથી થતું. જોકે, સમયાંતરે લાઈફ પાર્ટનર સિવાય બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ થવો કોઈ અજુગતી વાત નથી. મહત્વનું એ છે કે આ આકર્ષણને તમે કેવી લો છો. કોઈના પ્રત્યે લાગણી થતી હોય તો તેને છૂપાવવી મુશ્કેલ છે. રિલેશનમાં હોવાથી તમારી બાયોલોજિકલ ગતિવિધિઓ પણ કંઈ અટકી નથી જતી. એવું ના વિચારશો કે બીજા કોઈ પ્રત્યે આકર્ષણ હોવાનો અર્થ એ છે કે તમને હવે તમારા લાઈફ પાર્ટનરમાં રસ નથી રહ્યો.

તમારે એ સમજવાની જરુર છે કે તમે તમારા ફિઝિકલ ટ્રેઈનરની નજીક હો ત્યારે તમને એક અલગ જ અહેસાસ કેમ થાય છે? શું તમે તેના સ્પર્શથી કોઈ વિશેષ લાગણી અનુભવો છો, શું તેની સાથેની નીકટતા તમને કંઈક અલગ ફીલ કરાવે છે? તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે તે વ્યક્તિમાં જે કંઈ પણ જોઈ રહ્યા છો તે તેના વ્યક્તિત્વની એક બાજુ છે, તેની બીજી બાજુ તો તમે હજુ જોઈ જ નથી. તમે તમારા પતિને જે રીતે ખરાબ મૂડમાં જોયો છે કદાચ તે વ્યક્તિને તે સ્થિતિમાં જોયો જ નથી.

જ્યારે તમારા ઘરમાં બધું બરાબર ના હોય ત્યારે તેનો ફાયદો કોઈ બહારનો ના ઉઠાવી જાય તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમારા રિલેશન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી વચ્ચે સંવાદની કમી હોય તો તમારે પહેલા તો તેને ઠીક કરવા જોઈએ, જેથી તમારે તે રિલેશનની બહાર બીજું કંઈ વિચારવાની જરુરિયાત ઉભી ના થાય. જો તમારા અને તમારા પતિ વચ્ચે અંતર છે તો તેને મિટાવવા તમારે પ્રયાસ કરવા જોઈએ. આશા છે કે આટલું જાણી તમારા મનમાં સ્પષ્ટતા આવી ગઈ હશે કે તમારે હવે કઈ દિશામાં આગળ વધવું.

Leave a Reply

Your email address will not be published.