પ્રશ્ન : મારી ઉંમર 40 વર્ષ છે. મને હાલ માસિક અનિયમિત થઇ ગયું છે. છેલ્લા એક વર્ષથી માસિક ઇરેગ્યુલર છે. આવે તો પણ ઘણું ઓછું આવે છે અને કોઈ વાર ખૂબ વધારે હોય છે. મારી માતાને પણ ઘણી નાની ઉંમરમાં મેનોપોઝ આવી ગયું હતું, તો મારે જાણવું છે કે શું મને પણ મેનોપોઝનો સમય આવી રહ્યો હશે?
જવાબ : બની શકે તે તમને પણ આ ઉંમરે મેનોપોઝનો સમય આવી રહ્યો હોય. તમે તમારા આસપાસના લોકોને તમારા મૂડ સ્વિંગ વિશે પણ પૂછી શકો છો. તમારી આસપાસના લોકો એ વિશે જણાવી શકશે.
એ સિવાય તમે ગાયનેકને બતાવી દો. બની શકે છે કે તમારી માતાને જલદી મેનોપોઝ આવી ગયું છે તો તમને પણ જલદી આવી જાય. એ અંગે ગભરાવાની જરૂર નથી, પણ આ સમયને થોડો સાચવી લેવો, કારણ કે આ સમયગાળામાં મેન્ટલ પીસ ખૂબ જરૂરી છે.
પ્રશ્ન : હું અને મારી પત્ની બે વર્ષથી બાળક માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. મારે એ જાણવું છે કે શું જાતીય સંબંધ બાંધતી વખતે ઓશિકાંનો ઉપયોગ કરવાથી ઝડપથી પ્રેગનન્સી રહે છે?
ઉત્તર : સંભોગના વધારે સારા અનુભવ માટે ઘણીવાર હિપ્સની નીચે ઓશિકું મૂકવામાં આવે છે. બાકી પ્રેગ્નન્સી રાખવા માટે ઓશિકું રાખવું જરૂરી નથી. તેનાથી ગર્ભ રહેવામાં કોઈ ફાયદો થતો નથી. કારણ કે જ્યારે પણ પુરુષને સ્ખલન થાય ત્યારે તેમાં માત્ર એક ટકો જ શુક્રાણુ હોય છે અને તેમાં લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે અને બાળક રાખવા માટે એક જ શુક્રાણુની જરૂર હોય છે.
હવે આ શુક્રાણુઓ નરી આંખે જોઈ શકાતા નથી. તેઓ યોનિમાર્ગની દીવાલ સાથે ચોંટી ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચે છે અને તે વખતે જો ત્યાં સ્ત્રીબીજ આવેલું હોય તો બંનેનાં મિલનથી ગર્ભ ફલિત થાય છે. આ એક ટકો શુક્રાણુ સિવાયનું બાકીનું નવ્વાણુ ટકા પ્રવાહી તમે કોઈ પણ આસન કરશો, ઓશિકાં-તકિયાનો પ્રયોગ કરશો અથવા કેટલોય સમય સૂતેલા રહેશો તો પણ યોનિમાર્ગમાંથી બહાર જ આવી જશે. આમ થવાથી પ્રેગ્નન્સી રહેવામાં કોઈ જ તકલીફ પડતી નથી.