અફઘાનિસ્તાને પાકિસ્તાનને દેખાડી દીધી ઓકાત, પોતાના રૂપિયાની સ્થિતિ જુએ ઇમરાન ખાન

WORLD

તાલિબાને પાકિસ્તાનને પોતાની ઓકાત દેખાડી દીધી છે. પાકિસ્તાનના એક મંત્રી એ અફઘાનિસ્તાનમાં વેપારના બદલે પાકિસ્તાની ચલણમાં રકમ લેવાની ઓફર કરી દીધી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનની ઇમરાન સરકારની આ ઓફરને ઠુકરાવતા કહ્યું છે કે પહેલાં તેણે પોતાની રૂપિયાની સ્થિતિ જોવી જોઇએ.

અફઘાનિસ્તાનના કલ્ચરલ કમિશનના સભ્ય અહમદુલ્લા વાસિકે કહ્યું કે પાકિસ્તાન જેવા પાડોશી દેશમાંથી વેપાર માટે કરાયેલ લેવડ-દેવડ અફઘાની ચલણમાં જ થશે.

આ નિવેદન એ અફવાઓ બાદ આવ્યો છે જેમાં કહ્યું હતું કે પાકિસ્તાન ટૂંક સમયમાં જ અફઘાનિસ્તાનમાંથી રૂપિયામાં વેપાર શરૂ કરી શકે છે. તેનાથી તેને ચાલુ ખાતાની ખોટ ઓછી કરવામાં મદદ મળશે. આ પ્રકારના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા વાસિકે કહ્યું કે આ સમાચારમાં કોઇ તથ્ય નથી કે પાકિસ્તાનની સાથે મોટા વેપારમાં તેની કરન્સીનો યુઝ થવાનો છે. ગયા સપ્તાહે પાકિસ્તાનના નાણાંમંત્રી શૌકત તારિને કહ્યું હતું કે સરકાર ડોલરના ભંડારને બચાવવા માટે અફઘાનિસ્તાનની સાથે વેપારમાં રૂપિયાનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.

પાકિસ્તાનના વેપારીઓમાં પણ આ સમાચાર બાદ ગણગણાટ શરૂ થઇ ગયો હતો કે આ પગલું તો બહું સારું છે. પરંતુ અફઘાનિસ્તાનની આ પ્રકારની પ્રતિક્રિયાએ તેમના અરમાનો પર પાણી ફેરવી નાંખ્યું.

શું છે કરન્સી સ્વેપિંગ?

કરન્સી સ્વેપિંગનો અર્થ ચલણની અદલા બદલી. જ્યારે બે દેશ કે બે વ્યક્તિ પોતાની નાણાંકીય જરૂરિયાતોને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર પૂરું કરવા માટે ચલણની અદલા બદલીનો કરાર કરે છે તો તેને કરન્સી સ્વેરિંગ કહેવાય છે. ભારતે નેપાળ-ભૂતાન જેવા પાડોશી દેશો સાથે કરન્સી સ્વેપિંગ કર્યું છે. ભારતના પાંચ રૂપિયાની વેલ્યુ નેપાળી આઠ રૂપિયાના બરાબર છે.

Leave a Reply

Your email address will not be published.