એનટીઆર અને રામચરણના પરિવાર વચ્ચે છેલ્લા 35 વર્ષથી હતી દુશ્મની

GUJARAT

એસએસએસ રાજામૌલીની તાજેતરમાં રિલીઝ ફિલ્મ આરઆરઆર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.ઓડિયન્સ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆરની કેમિસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે હવે તાજેતરમાં જુનિયર એનટીઆરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે રામચરણ અને તેની ફેમિલીમાં 35 વર્ષથી દુશ્મનાવટ છે. સાથે જ તેણે એ પણ જણાવ્યું કે આ ફિલ્મ કર્યા પછી તે અને રામ સારા મિત્રો બની ગયા છે.

હવે હું અને રામચરણ સારા મિત્રો છીએ: જુનિયર એનટીઆર

જુનિયર એનટીઆરે જણાવ્યું કે તેની અને રામચરણની ફેમિલી છેલ્લા 3૦-35 વર્ષથી દુશ્મન છે. આ વિશે વાત કરતા તેણે કહ્યું, બે એક્ટર્સ જેઓ અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, મને ખબર નથી કે મારે કહેવું જોઈએ કે નહીં, પરંતુ અમારા બન્નેના પરિવારો વચ્ચે લગભગ 3૦-35 વર્ષથી દુશ્મની છે અને આજે અમે બન્નેએ સાથે આ ફિલ્મ કરી છે.

આરઆરઆર પછી આખો સિનારિયો બદલાઈ ગયો છે. હવે હું અને રામચરણ સારા મિત્રો છીએ. જુનિયર એનટીઆરે આ પહેલાં સોશિયલ મીડિયા પર રામચરણને મોટો ભાઈ કહીને આભાર માન્યો હતો અને લખ્યું હતું કે, રામચરણ મારા ભાઈ, હું આરઆરઆરમાં તારા વગર એક્ટિગં કરવાનું વિચારી પણ નથી શકતો. કોઈપણ અલ્લુરી સીતારામ રાજુનું પાત્ર ભજવી શકે નહીં. આરઆરઆર જ નહીં, ભીમ પણ તારા વિના અધૂરો હોત… આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *