અધવચ્ચે સ્કૂલ છોડી રૂ.8000માં નોકરી કરી, આજે ભારતના સૌથી યુવા અબજોપતિ

share market

સ્કૂલ બંક કરવી, બંક મારી મિત્રો સાથે ચેસ રમવી, પછી એટેંડેંસ ઓછી હોવાના લીધે બોર્ડની પરીક્ષા ના આપી શકનાર અને પછી સ્કૂલ ડ્રોપઆઉટ કરી દેવી. કહાની એકદમ ફિલ્મી લાગે છે. પરંતુ આ સત્ય કહાની ભારતના સૌથી યુવા અબજોપતિ નિખિલ કામતની છે.

નિખિલ કામતની ઓળખાણ

નિખિલ કામત અત્યારે 34 વર્ષના છે. આ ઉંમરમાં તેઓ દેશના સૌથી યુવા અબજોપતિ બની ગયા છે. નિખિલ કામત બ્રોકરેજ ફર્મ જેરોધાના કો-ફાઉન્ડર અને CIO છે. આજે જેરોધા દેશની સૌથીમોટી બ્રોકરેજ ફર્મ કંપની છે. તેની શરૂઆત નિખિલ કામતે 2010ની સાલમાં કરી હતી.

નિખિલ કામતની રસપ્રદ કહાની

માંડ 14 વર્ષની ઉંમરે નિખિલ કામતના મગજમાં બિઝનેસનો આઇડિયા આવ્યો. તેમણે પોતાના મિત્રો સાથે મળીને જૂના ફોન ખરીદી-વેચવાનું કામ શરૂ કરી દીધું. પરંતુ જ્યારે ઘરવાળાઓને આ અંગે ખબર પડી તો તેમની માતાએ બધા જ ફોન ટોયલેટમાં ફલશ કરી દીધા અને કામતનો આ બિઝનેસ બંધ થઇ ગયો.

થોડાંક દિવસ પહેલાં એક ઇન્ટરવ્યુમાં ખુદ નિખિલ કામતે કહ્યું કે તેમનું સ્કૂલના ટ્રેડિશનલ અભ્યાસમાં મન લાગતું નહોતું. કામતનું માનીએ તો ભલે જૂના ફોન ખરીદ-વેચવાનું તેમણે 14 વર્ષની ઉંમરમાં શરૂ કર્યું હતું, પરંતુ તેમને પહેલો બિઝનેસ આ નહોતો. નિખિલ કામતને શતંરજ ખૂબ ગમતી હતી.

નિખિલ કામતની જિંદગીમાં ત્યારે મોટો વળાંક આવ્યો જ્યારે તેમની ઓછી હાજરીના લીધે બોર્ડ પરીક્ષા આપતા રોકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે સ્કૂલ જ છોડી દીધી. માતા-પિતા પરેશાન હતા. સ્કૂલમાંથી ડ્રોપઆઉટ થયા બાદ નિખિલને પણ સમજાતું નહોતું કે હવે શું કરવું?

સ્કૂલમાંથી ડ્રોપઆઉટ બાદ નિખિલે એક કોલસેન્ટરમાં મહિનાના 8000 રૂપિયામાં નોકરી પકડી લીધી. આ નોકરી મેળવવા માટે નિખિલે નકલી બર્થ સર્ટિફિકેટનો સહારો લીધો હતો. એ સમયે નિખિલ માંડ 17 વર્ષનો હતો. નિખિલ કામતે પોતાની આ દિલચસ્પ કહાની હ્યુમન્સ ઓફ બોમ્બેની સાથે શેર કરી છે.

કોલ સેન્ટરમાં જોબ દરમ્યાન નિખિલ કામતની શેરબજાર તરફ રૂચિ વધવા લાગી અને પછી 18 વર્ષની ઉંમરમાં શેરબજારમાં હાથ અજમાવ્યો. શરૂઆતમાં તેણે કોલ સેન્ટરના મેનેજર સહિત કર્મચારીઓના પૈસા શેર બજારમાં લગાવ્યા, જેને પણ ભરોસો મૂકી નિખિલને પૈસા આપ્યા તેમને શાનદાર રિટર્ન પણ મળ્યું.

ત્યારબાદ 2010ની સાલમાં નિખિલ કામતે પોતાના મોટાભાઇ નિતિન કામતની સાથે મળીને બ્રોકરેજ ફર્મ જેરોધાની શરૂઆત કરી. ત્યારબાદ તો તેમને પાછળ ફરીને જોયું નથી. 2020માં ફોર્બ્સે આ બંને ભાઇઓને ભારતના 100 ધનિક લોકોની યાદીમાં સામેલ કર્યા.

જેરોધા સિવાય નિખિલ કામતે પોતાના મોટાભાઇની સાથે મળીને એસેટ મેનેજમેન્ટ કંપની True Beaconની પણ શરૂઆત કરી છે. નિખિલના મતે કોરોના સંકટના લીધે 2020 શેર બજાર માટે ખૂબ જ ખરાબ વર્ષ રહ્યું હતું. પરંતુ તેમની ફર્મે આ દરમ્યાન અંદાજે 20 લાખ નવા ગ્રાહક જોડ્યા. અત્યારે જેરોધાના અંદાજે 40 લાખ રજીસ્ટર્ડ યુઝર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *