અભિનેત્રીએ વર્ષો બાદ ઠાલવી વ્યથા, પરણેલા પુરુષો સાથે રાતો વિતાવીને પછી કેવી હાલત થાય

BOLLYWOOD

નીના ગુપ્તા એક એવી અભિનેત્રી છે કે, જેનો દાયકો એક ઉંમર પછી આવ્યો. બોલિવૂડમાં હાલમાં નીનાની બોલબાલા છે અને ભારે ફેમસ થઈ છે. એવામાં નીનાએ વર્ષો પછી પોતાની વ્યથા ઠાલવી છે અને મહિલાઓને એક સલાહ આપી છે. પોતાને જે અનુભવ થયો અને હાલાકી વેઠવી પડી એ બીજી મહિલાઓને ન વેઠવી પડે એના માટે નીનાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે કે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જે વીડિયો નીનાએ અપલોડ કર્યો એ ઉત્તરાખંડમાં વેકેશન માણી રહી છે ત્યાંનો છે. તે કહી રહી છે કે, કોઈપણ મહિલાએ લગ્ન કરેલા પુરુષોના પ્રેમમાં ક્યારેય ન પડવું જોઈએ. વીડિયોમાં નીના કહે છે કે, આ તેનો પર્સનલ અનુભવ છે એટલા માટે હું વિનંતી કરી રહી છું. પરણેલા પુરુષ સાથે જો કોઈ મહિલા સંબંધ રાખે તો તેને કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે એના વિશે નીનાએ વાત કરી છે અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

વીડિયોમાં તે કહી રહી છે કે, પહેલા તમે સંબંધ રાખશો. પછી હોલિ ડે મનાવવા જશો. પછી એક રાત પસાર કરશો. પછી ઘણી બધી રાતો પસાર કરશો. અને છેલ્લે લગ્ન કરવાનું મન થશે. પરંતુ એ લગ્ન કરવાની ના પાડશે. એ રીતે આખી વ્યથા ઠાલવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નીના ગુપ્તા બધાઈ હો જેવી ફિલ્મોમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી ચૂકી છે, અને લોકોના દિલમાં સ્થાન બનાવી ચૂકી છે. હાલમાં શૂભ મંગલ જ્યાદા સાવધાનમાં તે જોવા મળી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *