અભિનેત્રીએ ત્રીજા છૂટાછેડાનું આપ્યું કારણ, ‘મારો પતિ જાડો હોવાના કારણે મારી સાથે શારીરિક સંબંધ….’

BOLLYWOOD

ફિલ્મી સિતારાઓનું જીવન ફિલ્મી પડદા પર ભલે ગમે તેટલું અલગ દેખાય, પરંતુ તેમના અંગત જીવનમાં પણ તેમને સામાન્ય રીતે કોઈપણ માનવીના જીવનમાં આવતા તમામ ઉતાર -ચઢાવમાંથી પસાર થવું પડે છે. વર્ક ફ્રન્ટ સિવાય, પ્રખ્યાત બંગાળી અભિનેત્રી શ્રાવંતી ચેટર્જી પણ તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરના સમાચારો અનુસાર, શ્રાવંતી ચેટર્જી છૂટાછેડા લેવા જઇ રહી છે.

શ્રાબંતી ચેટર્જીના આ ત્રીજા લગ્ન હતા, જે હવે તે છૂટાછેડા લઇ રહી છે. તેણે પતિ રોશન સિંહથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. 34 વર્ષની શ્રાબંતી ચેટર્જીએ વર્ષ 1997 માં બંગાળી ફિલ્મ ‘મયાર બેન્ડન’થી ડેબ્યૂ કર્યું હતું. અગાઉની ફિલ્મની વાત કરીએ તો તે ભૂતકાળમાં ફિલ્મ ‘લોકડાઉન’માં જોવા મળી હતી.

અભિનેત્રી શ્રાબંતી ચેટર્જીએ અત્યાર સુધીમાં ત્રણ વખત લગ્ન કર્યા છે. તેના પ્રથમ લગ્ન ફિલ્મ નિર્માતા રાજીવ કુમાર બિસ્વાસ સાથે વર્ષ 2003 માં થયા હતા. પરંતુ તેણે 2016 માં રાજીવથી છૂટાછેડા લીધા હતા. આ પછી, શ્રાવંતીએ 2016 માં મોડેલ ક્રિષ્ના વ્રજ સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ માત્ર 1 વર્ષ જ ચાલ્યા અને 2017 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ 19 એપ્રિલ 2019 ના રોજ, શ્રાવંતી ચેટર્જીએ રોશન સિંહ સાથે લગ્ન કર્યા.

શ્રાબંતી ચેટર્જીના પતિ રોશન સિંહે પણ તેની પર આરોપ લગાવ્યા છે. રોશન સિંહ કહ્યું કે અભિનેત્રીના ઘણા મિત્રો સાથે સતત સંપર્કમાં છે. તેને ખબર પડી છે કે શ્રાબંતી ચેટર્જી તમામ લોકો સાથે તેના વિશે ખરાબ વાતો કરે છે અને કહે છે કે રોશન સિંહ ખૂબ જ જાડા છે. રોશનના જણાવ્યા અનુસાર, શ્રાબંતી તેના મિત્રોને કહે છે કે તેનો પતિનું વજન વધારે હોવાને કારણે તેની સાથે સેક્સ કરી શકતો નથી. આવી વાતોથી તેની બદનામી થાય છે.

જોકે વાત આટલી જ નથી. શ્રાબંતી ચેટર્જી તેના મિત્રોને રોશન વિશે કહે છે કે તેણે અભિનેત્રી પાસેથી 1 કરોડ રૂપિયા લીધા છે. રોશને એમ પણ કહ્યું કે તે તેની એક્સ ગર્લફ્રેન્ડને ફોન કરે છે અને તેના વિશે ફરિયાદ કરે છે. બંનેના સંબંધો ટકશે કે નહીં તે પ્રશ્નનો જવાબ સમય સાથે મળી જશે, પરંતુ રોશન સિંહે કહ્યું છે કે તેમને હજુ સુધી છૂટાછેડાની નોટિસ મળી નથી.

ઉલ્લેખનીય છે કે શ્રાબંતી ચેટર્જી આ વર્ષે બીજેપીમાં જોડાયા હતા. તે બાદ શ્રાબંતીએ બીજેપીની ટીકિટ પર બેહાલા પશ્ચિમની સીટથી વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં શ્રાબંતી તૃણમૂલ કોંગ્રેસ નેતા પાર્થ ચેટર્જી સામે હારી ગયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *