કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જોખમી સાબિત થઈ. આ વખતે સામાન્ય લોકોથી માંડીને હસ્તીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દરરોજ કોરોનાના ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે દેશભરમાં આઈસીયુ બેડની સમસ્યાઓ થવા લાગી છે, ખાસ કરીને દિલ્હીની હોસ્પિટલોમાં બેડની સમસ્યાને કારણે ઘણા લોકોના મોત પણ થઈ રહ્યા છે.
ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે આ સમસ્યાને કારણે ટીવી શો ‘શક્તિમાન’ અને ‘મહાભારત’થી લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ પણ એની એકમાત્ર મોટી બહેન કમલ કપૂરને ગુમાવી દીધા છે.
આ માહિતી ખુદ મુકેશ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ગઈકાલે મારા મૃત્યુના ખોટા સમાચારો વિશે સત્ય કહેવા માટે હું સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ મને ખબર નહોતી કે એક ભયંકર સત્ય મારા ઉપર ફરતું હતું.
આજે મારી એકમાત્ર મોટી બહેન કમલ કપૂરનું દિલ્હીમાં અવસાન થયું છે, તેના મૃત્યુ માટે મને ખૂબ જ દુખ છે. પરિવારના બધા જ સભ્યો સદમામાં છીએ. કોવિડને 12 દિવસમાં હરાવ્યા બાદ તે લંગ્સના કંજેસ્ચન સામે હારી ગઈ.
ખબર નહીં ઉપરવાળો શું હિસાબ લે છે. ખરેખર હું મારા જીવનમાં પ્રથમ વખત હચમચી ગયો છું. આશ્રાપુરિત નમન, ભાભીની શ્રદ્ધાંજલિ.
એક વાતચીતમાં, તેણે કહ્યું હતું કે તેની બહેન કોરોના પોઝિટિવ હતી. પરંતુ તે રિકવર કરી ચૂકી હતી. તેના બાદ પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આને કારણે દિલ્હીમાં આઈસીયુ બેડની શોધ કરવામાં આવી,
પરંતુ અંતિમ ક્ષણ સુધી તેમને બેડ ન મળ્યો અને તેમનું મોત નીપજ્યું હતું. તેણે કહ્યું કે આજે તેની બહેનની અંતિમ વિધી પણ કરવામાં આવી હતી અને પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તે તેની બહેનને છેલ્લી વાર પણ જોઈ શક્યા નથી.