આયુષ્માન ખુરાનાએ મુંબઈમાં 19.30 કરોડમાં પોતાનું ડ્રીમ હાઉસ ખરીદ્યું

GUJARAT

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના તથા અપારશક્તિએ મુંબઈમાં ઘર ખરીદ્યું છે. બન્ને ભાઈઓએ મુંબઈની એક જ બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું છે. ઉલ્લેખનીય છે કે બન્ને ભાઈઓએ 2020માં ચંડીગઢમાં ઘર ખરીદ્યું હતું.

આયુષ્માને અંધેરી વેસ્ટ સ્થિત લોખંડવાલામાં વિન્ડસર ગ્રાન્ડ રેસિડેન્સીના 20મા માળે અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ફ્લેટની કિંમત 19.30 કરોડ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે 29 નવેમ્બરના રોજ આયુષ્માન ખુરાનાએ દસ્તાવેજ કર્યો હતો.

એક્ટરે સ્ટેમ્પ ડયૂટીના 96.50 લાખ રૂપિયા ભર્યા હતા. 4027 સ્કેવર ફૂટમાં ફેલાયેલા આ ઘરની સાથે ચાર કાર પાર્કિંગ પણ છે. આયુષ્માનના નાના ભાઈ અપારશક્તિએ આ જ બિલ્ડિંગમાં 1745 સ્કેવર ફૂટનો ફ્લેટ ખરીદ્યો હતો.

આ ફ્લેટની કિંમત 7.25 કરોડ રૂપિયા છે. તેણે સ્ટેમ્પ ડયૂટીના 36.25 લાખ રૂપિયા ભર્યા છે. અપારશક્તિએ ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ દસ્તાવેજ કર્યો હતો. અપારશક્તિને બે કાર પાર્કિંગ મળ્યું છે. 2020માં આયુષ્માન તથા અપારશક્તિએ ચંડીગઢના પંચકુલામાં 9 કરોડષ્ઠીટ ઘર ખરીદ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.