આવી છે મલાઈકાના ડિવોર્સની આગલી રાતની કહાની! સવારે ઉઠીને જીવન થઈ ગયું વેર-વિખેર

BOLLYWOOD

1998માં મલાઈકા અને અરબાઝના લગ્ન થયા પરંતુ 19 વર્ષ પછી 2017માં બંનેના ડિવોર્સ થઇ ગયા. મલાઈકા તેના ડિવોર્સની વાતો પર ખુબ સહજતાથી બધાને જવાબ આપે છે. જ્યારે તે કરિના કપૂરના શો ‘વ્હોટ વુમન વોન્ટ’માં ગેસ્ટ તરીકે આવી હતી ત્યારે તેને બધા જ ખુલાસા કર્યા હતા. જ્યારે ડિવોર્સ વિશે પુછવામાં આવ્યું ત્યારે મલાઈકાએ જણાવ્યું હતું કે, ‘ડિવોર્સની એક રાત પહેલા આખો પરિવાર મારી સાથે બેઠો હતો અને મને ફરી એક વખત પૂછવામાં આવ્યું કે, શું તું ડિવોર્સને લઈને સ્યોર છે

આગળ મલાઈકાએ વાત કરી કે, મને પુછ્યું કે શું હું 100 ટકા મારા નિર્ણય પર અડગ છું. હું આ બધી વાતો ઘણા સમયથી સાંભળતી આવતી હતી અને મને લાગ્યું કે આ લોકો એ જ છે જે મને પ્રેમ કરે છે. એટલે જ મારી આટલી ચિંતા કરે છે. મલાઈકાએ કહ્યું કે પરિવારે મને કહ્યું હતું કે ‘તું જે પણ નિર્ણય લઈશ અમે બધા તારી સાથે ઉભા રહેશું. તું સ્ટ્રોંગ છે.

મલાઈકાએ આગળ વાત કરતાં કહ્યું હતું કે, મને પણ લાગે છે કે હું સ્ટ્રોંગ મહિલા છું. જયારે કોઈ એના લગ્નજીવનમાં ખુશ ન હોય તો તેને તેની ડીગ્નીટી, સેલ્ફ રિસ્પેક્ટ માટે એ બધું કરવું જોઈએ જે તમે કરી શકતા હોય. મેં ક્યારેય પણ આ વિશે ખુલીને વાત નથી કરી.’ ડિવોર્સ બાદની લાઈફ વિશે જયારે મલાઈકાને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે, પહેલી વખત તમને એક આઝાદી મહેસુસ કરવા મળે છે. તમે નવા નવા લોકોને મળશો. અને તમે તમારા બેડ પર એકલા આરામથી સુઈ શકો છો.

જયારે મલાઈકાને પૂછવામાં આવ્યું હતું કે એક વખત કોઈ સંબંધ તૂટ્યા બાદ શું બીજી વખત એવો સંબંધ બંધાઈ શકે? ત્યારે તેનો જવાબ હતો કે, ‘હા કેમ નહીં. સંબંધ તૂટવા પછી આગળ વધવું જરૂરી છે. એક વખત સંબંધ તૂટ્યા બાદ બીજા કોઈને ડેટ કરવું એ અઘરું છે પણ અસંભવ નહીં.

સાથે જ મલાઈકાએ કહ્યું હતું કે, ‘ડિવોર્સ બાદ એક પુરુષ સહેલાઇથી આગળ વધી શકે છે. પણ હું એવી વ્યક્તિ છું કે મારી માટે ખુશ રહેવું એ વધુ મહત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, અરબાઝ અને મલાઈકા બંને અલગ થયા ત્યાર પછી મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. તો અરબાઝ વિદેશી ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *