આવા લોકોથી દૂર ભાગે માતા લક્ષ્મી, જીવનભર રહે ઠનઠન પાલ

DHARMIK

આપણે ત્યાં કહેવત છે કે નાણાં વગરનો નાથીયો અને નાણે નાથાલાલ એટલેકે જેમની પાસે ધન દૌલત હોય કિસ્મત તેમની સાથે હોય. શાસ્ત્રો અનુસાર ધનની દેવી માતા લક્ષ્મી છે. જેના પર લક્ષ્મીજીની કૃપા હોય છે તેના જીવનમાં ધન, આરામ, સુખની ક્યારેય ખામી રહેતી નથી. લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય તે માટે લોકો દિવસરાત દોડધામ પણ કરે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આચાર, વિચાર અને આદતોમાં કેટલાક ફેરફાર કરવા પણ જરૂરી છે.

એવા કેટલાક સરળ ઉપાયો પણ છે તેને દિનચર્યામાં અપનાવી અને જીવનની ધન સંબંધીત સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે.

ઘરમાં તુટેલા અરીસા ન રાખવા તેનાથી નકારાત્મકતા ફેલાય છે અને માનસિક તાણ પણ વધે છે. ઘરમાં ખરાબ વાહન કે ઈલેક્ટ્રોનિક્સ સામાન પણ ન રાખવો તેનાથી પણ ધન હાનિ થાય છે. નકામો ભંગાર ભરી ન રાખવો તેનાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જે ઘરની સ્ત્રીનો સ્વભાવ કઠોર, નિર્દયી હોય અને અન્ય સભ્યો સાથે તે ઝઘડા કરતી હોય તેના ઘરમાં પણ દરિદ્રતા રહે છે.

માતા પિતાનો નિરાદર કરે તેવા લોકોના જીવનમાં પણ દરિદ્રતા રહે છે. જે સ્ત્રી કે પુરુષ ચરિત્રહીન હોય તેના ઘરમાં પણ દરિદ્રતા જ રહે છે. જે ઘરમાં ક્લેશ થતો હોય અને પ્રેમભાવ ન હોય તેમના ઘરમાં પણ લક્ષ્મીજી વાસ કરતા નથી. ઘરમાં પૂજા, પાઠ થતા ન હોય અને દેવતાઓનું અપમાન થતું હોય ત્યાં પણ લક્ષ્મીનો વાસ થતો નથી.

જે લોકો ઘરને અવ્યવસ્થિત રાખે છે તેમના ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ થતો નથી. જે ઘરના લોકોના વિચાર શુદ્ધ ન હોય અને પવિત્ર ન હોય તેવા ઘરમાં પણ ધનની ખામી જ રહે છે. આળસુ વ્યક્તિ, સૂર્યોદય પછી પણ સૂતા રહે તેવા લોકોના ઘરમાં પણ દરિદ્રતા રહે છે. વ્યસની વ્યક્તિને પણ દરિદ્રતા સહન કરવી પડે છે.

જે પુરુષ પોતાની પત્ની અને ઘરની અન્ય સ્ત્રીનું અપમાન કરે છે તેના પર પણ લક્ષ્મીજીની કૃપાદ્રષ્ટિ રહેતી નથી. જે સ્ત્રી પતિનું માન જાળવતી નથી અને પતિનું અપમાન કરે તેના વિશે ખરાબ બોલે છે તેના પર પણ લક્ષ્મી મહેરબાન નથી થતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *