આવા ગુણ ધરાવતી પત્ની હોય છે ખુબજ ભાગ્યશાળી, પતિની ચમકાવી દે કિસ્મત

nation

હિન્દૂ ધર્મમાં પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો પત્નીમાં કેટલાક ગુણો હોય તો પરિવાર કલ્યાણકારી બની જાય છે. ગરૂડ પુરાણ અનુસાર પત્નીમાં કેટલાક ગુણો અંગે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે. કહેવાય છે કે ગરૂડ પુરાણમાં જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે ગુણો ધરાવતી પત્ની પ્રાપ્ત થાય તો સમજો જીવન ધન્ય બની જાય છે.

કેવા ગુણો હોવા જોઈએ?

ગૃહ કાર્યોમાં નિપુણ
ગરૂડ પુરાણ અનુસાર સ્ત્રીને તમામ કાર્યોમાં નિપુણ હોઇ તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તે ઘરની બહાર જઈને કામ કરવામાં નિપુણ હોય તો આખા પરિવારને તેનાથી ખુશીઓ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે ઘરની લક્ષ્મી કહેવાય છે મહિલાઓ જો ઘરને નિપુણતાથી સંભાળે તો ક્યારેય તકલીફ પડતી જ નથી.

સંયમિત ભાષા
ગરૂડ પુરાણ અનુસાર સંયમિત ભાષાથી સંબંધોમાં મિઠાશ આવે છે. સ્ત્રી દ્વારા મીઠી ભાષા અને વહેવાર ઘરની અડધી તકલીફોને દૂર કરી દે છે. મીઠા સંબંધોથી જીવન મધુર બને છે.

પતિવ્રતા
બદલાતા સમયમાં મહિલાઓ હવે ઘરમાં જ રહેતી નથી. બહારના મોરચે પણ પુરૂષોના ખભ્ભે ખભ્ભા મિલાવીને આગળ વધી રહી છે. આથી ઘરની બહારના વાતાવરણમાં પતિની સાથે કે પરિવાર સાથે કોઈ સમસ્યા ન આવે તે જોવુ રહ્યુ. સમય અનુસાર પોતાની જાતને ઢાળે તે જ ખરી પતિવ્રતા સ્ત્રી.

ધર્મનું પાલન
ધર્મનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે આવશ્યક છે. હિન્દૂ સમાજમાં મહિલાઓને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. લક્ષ્મી ઘરના રસ્તેથી ચાલીને મંદિર બનાવી દે છે ઘરને, જે ઘરે મહિલાઓ ખુશ હોય ત્યાં ક્યારેય ધનધાન્યની કમી રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *