સ્વસ્થ દાંપત્યજીવન માટે સેક્સ ખૂબ જ જરૂરી છે. બંને પાર્ટનરને સેક્સથી સંતુષ્ટિ મળે તો સમય આનંદમાં પસાર થાય છે, પરંતુ ક્યારેક સેક્સ આનંદદાયક બનવાને બદલે કષ્ટદાયક બની જતું હોય છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે, પરંતુ તેમાં સૌથી મુખ્ય કારણ લુબ્રિકેશનની ઊણપ હોય છે. નેચરલ લુબ્રિકેશન ન બની રહ્યું હોય તો તમે આ લુબ્રિકન્ટ્સ ટ્રાય કરી શકો છો
સેક્સ દરમિયાન વજાઈના જાતે જ લુબ્રિકન્ટ્સ પેદા કરે છે. તેનાથી સેક્સ્યુઅલ એક્ટિવિટી સુવિધાજનક બનવાની સાથે આનંદદાયક પણ બને છે. જ્યારે લુબ્રિકન્ટ્સ વગર સેક્સ માણવાથી સેક્સ દર્દભર્યું બને છે અને તે વજાઈના લાઈનિંગને નુકસાન પણ પહોંચાડે છે. હોર્મોનલ ચેન્જ, મેનોપોઝ, ઉંમર વધવી, કેટલીક દવાઓનું સેવન, સ્ટ્રેસ, મૂડ વગેરે એવાં પરિબળો છે જેના લીધે વજાઈનાનું લુબ્રિકેશન ઓછું થઈ જાય છે. સૌપ્રથમ તો ડૉક્ટરની સલાહ, સ્ટ્રેસ દૂર કરવા માટે ધ્યાન-યોગ કરવાં, મૂડ બને તેવું વાતાવરણ સર્જવું વગેેરે કરીને નેચરલ લુબ્રિકન્ટ્સ પેદા થાય તેવા પ્રયત્ન કરવા છતાં પણ લુબ્રિકન્ટ્સની ઊણપ રહેતી હોય તો આર્ટિફિશિયલ લુબ્રિકન્ટ્સનો સેક્સ દરમિયાન ઉપયોગ કરી શકાય. સેક્સ લુબ્રિકન્ટ્સ શું છે? તેના કેટલા પ્રકાર હોય છે? લુબ્રિકન્ટ્સના ઉપયોગ દરમિયાન શું ધ્યાન રાખવું તે જાણીએ.
સેક્સ લુબ્રિકન્ટ્સના પ્રકાર
બધાની જરૂરિયાત અનુસાર માર્કેટમાં વિવિધ પ્રકારના સેક્સ લુબ્રિકન્ટ્સ મળતા હોય છે જે આ પ્રમાણે છે –
વોટર બેઝ્ડ લુબ્રિકન્ટ્સ : વોટર બેઝ્ડ લુબ્રિકન્ટ્સ સૌથી સામાન્ય છે. જોકે, તેમાં પણ બે પ્રકાર હોય છે : ગ્લિસરીનયુક્ત સેક્સ લુબ્રિકન્ટ્સ અને ગ્લિસરીન ફ્રી સેક્સ લુબ્રિકન્ટ્સ. ફ્લેવર્ડ લુબ્રિકન્ટ્સમાં હંમેશાં ગ્લિસરીન હોય છે. જોકે, તે બહુ જલદી સુકાઈ જાય છે. ગ્લિસરીન ફ્રી વોટર બેઝ્ડ લુબ્રિકન્ટ્સ એ લોકો માટે વધારે યોગ્ય હોય છે જેમને યીસ્ટ ઇન્ફેક્શન જલદી થઈ જતું હોય.
સિલિકોન બેઝ્ડ લુબ્રિકન્ટ્સ : વોટર બેઝ્ડ લુબ્રિકન્ટ્સની સરખામણીમાં સિલિકોન બેઝ્ડ લુબ્રિકન્ટ્સ લાંબો સમય ટકે છે. તેથી ક્રોનિક વજાઈનલ ડ્રાઈનેસ અથવા સેક્સ દરમિયાન વધારે દર્દ થતું હોય તેમના માટે તે બેસ્ટ હોય છે. સિલિકોન બેઝ્ડ લુબ્રિકન્ટ્સ ગંધ વગરના, ટેસ્ટલેસ, સ્મૂધ અને સ્લિપરી હોય છે.
ઓઈલ બેઝ્ડ લુબ્રિકન્ટ્સ : ઓઈલ બેઝ્ડ લુબ્રિકન્ટ્સના બે પ્રકાર હોય છે : નેચરલ અને સિન્થેટિક. સામાન્ય રીતે ઓઈલ આધારિત સેક્સ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ સુરક્ષિત હોય છે. વળી તે સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોય છે. નેચરલ બેઝ્ડ સેક્સ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ સિન્થેટિકની સરખામણીમાં વધારે સુરક્ષિત હોય છે, કારણ કે સિન્થેટિક ઓઈલ આધારિત લુબ્રિકન્ટ્સ કામ તો સારી રીતે કરે છે, પરંતુ તે વલ્વા (યોનિ)ને ઈરિટેટ કરી શકે છે.
વજાઈનલ મોઈૃરાઈઝર : વજાઈનલ મોઈૃરાઈઝર લાંબા સમય સુધી કામ કરે છે જે ક્રોનિક ડ્રાઈનેસમાં મદદરૂપ હોય છે. આ એમના માટે વધારે ઉપયોગી છે જેઓ સેક્સ વગર પણ યોનિમાં ડ્રાઈનેસનો અનુભવ કરતા હોય છે. કેટલાક લોકો યોનિની ડ્રાઈનેસ દૂર કરવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરતા હોય છે, પણ કેટલાક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે નારિયેળનું તેલ શરીરના અન્ય ભાગો પર મોઈૃરાઈઝરની જેમ કામ કરે છે, પરંતુ વજાઈનલ મોઈૃરાઈઝર તરીકે તેના લાભ અંગે ખાસ અભ્યાસ થયા નથી. સેક્સ દરમિયાન લેટેક્સ કોન્ડોમની સાથે કોકોનટ ઓઈલનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ, કારણ કે તે લેટેક્સને નબળું કરી શકે છે અને કોન્ડોમ અસરકારક ન રહે તેવું પણ બની શકે છે.
એસ્ટ્રોજન ક્રીમ : એસ્ટ્રોજન બેઝ્ડ ક્રીમ વજાઈનલ ડ્રાઈનેસની સારવારમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. એસ્ટ્રોજનની ઊણપને કારણે થનારી ડ્રાઈનેસને ઓછી કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ એસ્ટ્રોજન ક્રીમનો ઉપયોગ કરતા પહેલાં તેના લાભ અને નુકસાન વિશે ડૉક્ટરની સલાહ જરૂર લેવી.
નેચરલ વજાઈનલ લુબ્રિકેશન શું છે?
સર્વિક્સ ફ્લૂઈડ અને બાર્થોલિન ગ્લેન્ડ્સ (ગ્રંથિઓ) વજાઈનાને લુબ્રિકેશન આપે છે. કામોત્તેજના દરમિયાન બાર્થોલિન ગ્લેન્ડ્સ ફ્રિક્શનને ઓછું કરવા માટે વધારાના લિક્વિડનો સ્ત્રાવ કરે છે. ક્યારેક ક્યારેક વજાઈનામાં સૂકાપણું હોવું એ સામાન્ય છે, પરંતુ ક્રોનિક વજાઈનલ ડ્રાઈનેસ મેનોપોઝ અથવા મેડિકલ સમસ્યા તરફ ઈશારો કરે છે. રજોનિવૃત્તિ (મેનોપોઝ) દરમિયાન અને પછી પણ શરીરમાં ઓછું એસ્ટ્રોજન રિલીઝ કરે છે, જે ઓછું મોઈશ્ચરાઈઝિંગ સિક્રેશન માટે જવાબદાર હોય છે જેનાથી વજાઈનલ ડ્રાઈનેસ થાય છે.
લુબ્રિકન્ટ્સ ખરીદતી વખતે આ ધ્યાનમાં રાખો
લુબ્રિકન્ટ્સ હંમેશાં પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદવા અને ઉપયોગમાં લેવા જોઈએ. લુબ્રિકન્ટ્સ પસંદ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો
જો તમે સેક્સ દરમિયાન વજાઈનામાં ડ્રાઈનેસને કારણે લુબ્રિકન્ટ્સ ખરીદી રહ્યા હોય તો ગ્લિસરીન ફ્રી લુબ્રિકન્ટ્સ પસંદ કરો. લાંબો સમય ચાલનારા સિલિકોન લુબ્રિકન્ટ્સ તમારા માટે બેસ્ટ રહેશે.
જો તમને યીસ્ટ ઈન્ફેક્શન થતું હોય તો તમે ગ્લિસરીનયુક્ત લુબ્રિકન્ટ્સથી દૂર જ રહો, કારણ કે તેમાં રહેલા કમ્પાઉન્ડ તમારી યોનિને ઇરિટેટ કરી શકે છે. તે ગૂડ બેક્ટેરિયાને મારી શકે છે, જેનાથી સંક્રમણની શક્યતા વધી જાય છે.
જો તમે ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો સ્પર્મ ફ્રેન્ડલી અથવા ફર્ટિલિટી ફ્રેન્ડલી સેક્સ લુબ્રિકન્ટ્સ પસંદ કરો. કેટલાંક રિસર્ચ પરથી જાણવા મળે છે કે કેટલાંક લુબ્રિકન્ટ્સ સ્પર્મ્સની ગતિશીલતા પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.
જો તમે કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા હોય તો ઓઈલ બેઝ્ડ લુબ્રિકન્ટ્સ પસંદ ન કરશો.
તમે શાવર સેક્સનો પ્લાન બનાવી રહ્યા હો તો સિલિકોન બેઝ્ડ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરી શકો છો, કારણ કે શાવર દરમિયાન વોટર બેઝ્ડ લુબ્રિકન્ટ્સ કામ કરવાનું બંધ કરી દે છે.
સેક્સ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ આ રીતે કરો
સેક્સ લુબ્રિકન્ટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની કોઈ ચોક્કસ રીત નથી, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે,
સ્ટેનિંગ ન થાય તે માટે ટુવાલ પાથરીને જ સેક્સ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરો.
ઉત્તેજના વધારવા માટે ફોરપ્લેના એક ભાગરૂપે સેક્સ લુબ્રિકન્ટ્સને શામેલ કરો.
પાર્ટનર અથવા સૉલો પ્લે દરમિયાન પેનેટ્રેશનથી બરાબર પહેલાં સેક્સ લુબ્રિકન્ટ્સ એપ્લાય કરો.
સેક્સ લુબ્રિકન્ટ્સને એપ્લાય કરતી વખતે જેન્ટલ રહો.
વજાઈનલ ડ્રાઈનેસથી છુટકારો આ રીતે મેળવો
જો ક્લિનિકલ વજાઈનલ ડ્રાઈનેસ હોય તો આ લુબ્રિકન્ટ્સ તમારી સમસ્યાનું સમાધાન નથી. તેના માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જ યોગ્ય રહેશે. છતાં પણ તમે કેટલાંક ઉપાયો કરી શકો છો. જેમ કે,
હાઈડ્રેટ રહો
સેક્સ ત્યારે જ માણો જ્યારે તમે સંપૂર્ણપણે ઉત્તેજિત હોવ
ફોરપ્લે પર વધારે ધ્યાન આપો
વજાઈનલ લુબ્રિકન્ટ્સથી શું નુકસાન થઈ શકે?
મોટાભાગના લોકો માટે આર્ટિફિશિયલ સેક્સ લુબ્રિકન્ટ્સ સુરક્ષિત હોય છે. જોકે, અમુક લોકોને તેનાથી સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. જેમ કે,
એલર્જી
ત્વચાની બળતરા
યીસ્ટ ઈન્ફેક્શન
પ્રજનનક્ષમતા પ્રભાવિત થવી.