આરતી અનુ જોડે મિલનમાં એટલી મશગુલ થઇ ગઈ કે આખી રાત ખાટલામાં જ બેવ લોકો પડી રહ્યા,બીજા દિવસે તો આખું શરીર દુખવા લાગ્યું

nation

આરતી બે ઘૂંટણ વચ્ચે માથું ઢાળીને, ખૂબ સંકોચાઈને બેઠી હતી. ધોેળા બાસ્તા જેવા કપડાંમા સજ્જ ત્યાં બેઠેલા સહુ, મુખમેં રામ બગલમેં છૂરી જેવા બગલા સમ લાગતા હતા. તેઓ નાના નાના ટોળાંમાં ગોઠવાઈને અંદર અંદર ગુસપુસ કરતા હતા. મગરના આંસુ લુછવા કોઈ ચશ્મા ઉપર નીચે કરીને આંખ લુછતાં, તો કોઈ આંખ નીચે રૂમાલ ફેરવ્યા કરતાં ને નાકમાંથી અવાજ પણ કરતા. સમગ્ર વાતાવરણ બહારથી તો ખૂબ ગમગીન દેખાતું હતું. પણ કોઈના મનનો તાગ તો શેં પમાય?

અનુ ખૂબ થાકી ગઈ હતી. પ્રયત્ન કરવા છતાં પણ તેને રડવું નહોતું આવતું. તે ચૂપચાપ ભીંતને અડેલીને બેઠી હતી, જ્યાંથી વારેવારે તેની મમ્મી આરતી તરફ જોઈ લેતી. આરતી સતત માથું ઢાળીને જ બેઠી હતી તેથી કોઈને ન તો તેના આંસુ દેખાતા હતા કે ન ડુંસકાં સંભળાતા હતા.

‘અમારી અનુ બહુ ડાહી ને સમજદાર, અદ્દલ ભાઈ જેવી જ.’અનુના ફઈ ખોટા મલાવા કરતા કોઈને કહી રહ્યા હતા.

‘મોટાભાઈ, મારા મોટાભાઈ તો બહુ ઠરેલ, પહેલેથી પાક્કી સગવડ કરી રાખી હતી તેમણે, ભાભી અને અનુ માટે.’અનુના કાકા આવું સદંતર જુઠ્ઠાણું બોલે જતા હતા. સાંંભળવાવાળા પણ શું નહી જાણતા હોય આ હળાહળ જૂઠ? પણ કદાચ આ જ દુનિયાની રીત છે, માણસ લાખનો હોય કે કોડીનો, પણ.. મર્યા પછી એ માણસને સવાલાખનો ચીતરવાની. એ પણ એક કળા જ તો છે, જે બાને હસ્તગત નથી હોતી. બધું જાણતા, સમજતા પણ જીભ પર સદા સાકર રાખતા લોકો જ જગતમાં વ્યવહારીક અને હોશિયાર ગણાતા હોય છે.

અમીતભાઈના સંતાનમાં દીકરી ગણો કે દીકરો, એક અનુ જ હતી. છતાં પણ આ નવા જમાનાના ચીલા પ્રમાણે અનુને પિતાની નનામી સાથે સ્મશાન જવાનું મન ન થયું, કે ન કોઈએ એને આગ્રહ કર્યો. આમ તો લાગણી એ માણસની અંદર રહેલા માણસનું સરનામું છે, પણ અમીતભાઈની લાગણીને ક્યાં કોઈ સરનામું જ હતું? અત્યાર સુધી જે ફક્ત સ્થૂળ દેહે અમીતભાઈ, આરતી અને અનુ સાથે રહ્યા હતા તે પણ હવે રામ બોલો ભાઈ રામ.. પંચમહાભૂતમાં ભળી જવા નિકળી ગયો.

ઉઠમણાંમાં આવેલા સફેદ બગલાઓ ધીરે ધીરે કોઈ હાથ જોડીને, તો કોઈ આરતીને ખભે હાથ મૂકીને, તો વળી કોઈ અનુને ગળે વળગીને ખભો થપથપાવી હિંમત આપવાની ઠાલી કોશીશ કરી વિખરાવા લાગ્યા. મૌનના વાદળ વચ્ચે ડૂમાનો આડંબર છવાયેલો હતો. ફઈ અને કાકીએ આરતી પાસે જઈ તેના સુહાગનો ચાંદલો ભૂસવાની અને બંગડી તોડવાની વિધિ કરી. પણ એમને જરાય તકલીફ ન પડી. આરતીએ ખૂબ સહજતાથી અને નિર્લેપ ભાવે તેમને સહકાર આપ્યો. આ બધું ચૂપચાપ જોયા કરતી અનુને ત્યારે દસ બાર વર્ષ પૂર્વે બનેલી ઘટના, જાણે હજી હમણાં જ બની હોય તેમ અક્ષરસથ, સથચિત્ર યાદ આવી. તેમની બાજુવાળા કમળામાસી વિવા થયા ત્યારે સહસા આંસુની જગ્યાએ એમના મુખમાંથી ‘ હા…શ..’ નિકળી ગયું હતું. જેનો અર્થ ત્યારે અનુને નહોતો સમજાયો, પણ અત્યારે ભલી ભાંતી સમજી ગઈ હતી.

અનુના કાકા, કાકી અને ફઈ, દુનિયાદારીના રિવાજ પ્રમાણે, કે પછી હમેશાં બીજા કરતા આવ્યા છે તે જોઈને, હવે પોતાનો વારો છે તો એમ જ કરાય ને એવું જ બોલાય એમ સમજીને અનુને અને આરતીને ધીરજ, શાંતી, નામ એનો નાશ, સહુએ એક વાર જવાનું જ છે વહેલા કે મોડા, ભગવાનની મરજી વગેરે વાક્યો વાપરી સુફિયાણી સમજ આપવા માંડી. અનુ અને આરતી ચૂપચાપ સાંભળી રહ્યા હતા, કે પછી એક કાનેથી સાંભળી બીજા કાનથી નીકળી જતું હતું તે તો ફક્ત તે બે અને ત્રીજો તેમનો ભગવાન જ જાણતા હતા. જાણે દિલાસો એ આપવાની વસ્તુ હતી, અને એમ એ ત્રણેએ આરતી અને અનુને આપીને, સામે પક્ષે લેવાણી છે કે નહી તેની ખાતરી કર્યા વગર પોતાની ફરજ નિભાવી લીધી. અનુને થતું સાવ સરળ શબ્દ ‘સમજણ’ જેને કોઈ કાનો માત્ર નથી, છતાં બધામાં એ કેમ નથી? દેખીતા પ્રયત્ન પછી પણ કોઈ સમજી ન શકે ત્યારે કેટલી તકલીફ થાય છે તે તો જે અનુભવે તે જ સમજી શકે.

સ્મશાનમાં ચિતાની આગ બુઝાઈ ગઈ, લાલ કપડાંથી ઢાંકેલી નાનીશી માટલીમાં પેક થઈ ફરી અમીતભાઈ ઘરે આવ્યા, ને ભીંતે લટકતા તેમના જ ફોટા પાસેની અભેરાઈ પર ધૂપ- દીપ અને તાજા ફૂલો સાથે મુકાઈ ગયા. સાંજ પડવા આવી હતી.અંગત કહેવાય એવા ચાર પાંચ જણ જ ઘરમાં હતાં. બે દિવસની દોડ ધામ અને રોકકળ થી બધા ભૂખ્યા થયા હતા તે વહેલા જમી લીધું. ચિતાની આગ ઠરી ગઈ, પછી સહુએ પેટની આગ ઠારી. પણ ચિત્તની આગનું શું? જે ફક્ત આરતી અને અનુના ચિત્તમાં જ સળગતી હતી. તે બુઝાવવાનો ઉપાય તો કોઈ પાસે ન હતો. કોઈએ એ આગ તરફ જોવાની તસ્દી પણ નહોતી લીી.

આજે હજી ચાર દિવસ જ થયા હતા, અમીતભાઈના જીવન અસ્ત થયાને, પણ જાણે જળમાંથી આંગળી નીકળી અને જગા પૂરાઈ ગઈ. બધું સમથળ સમથળ. અનુના કાકા, કાકી અને ફઈ પણ બે ચાર દિવસમાં આંટો મારી જવાનો વાયદો કરીને પોતાને ઘરે ગયા. પણ જતા જતા ફઈ કાકા સામે જોઈને કહે, ‘કં..ઈ દાન ધરમ ભાઈ પાછ..’?

‘કે બેન – દીકરીને પણ આપવાનું રિવાજ છે આ બધા તો. વિચારી રાખજો .’કાકાએ ફઈનું અધુરું વાક્ય પૂર્ણ કરી, ફઈના ભાગ માટેની વાત કરી. આરતીએ મૌન રહી, નકારમાં ડોક હલાવી વાત બંધવાળી.

હવે અનુના ઘરમાં શાંતિ હતી. નિરવ શાંતિ. ચાર દિવાલ વચ્ચે બે શરીર. અત્યાર સુધી ઘરની હવામાં રહેલો બોજ- એક ભારણ હતું તે હટી ગયું હતું. બાજુની રૂમમાં આરતી ચેનથી નસકોરા બોલાવતી સૂતી હતી. તેનો માનસીક થાક હળવો થતા, તેની સવાર પણ ખૂબ મોડી પડતી. અનુ પણ બધું જાણતી હતી, સમજતી હતી અને અનુભવી ચૂકી પણ હતી તેથી મમ્મીને સૂવા દેતી,અને ઉંઘમાં ખલેલ ન પડે તેનું પણ ધ્યાન રાખતી. અનુ એ ધીરે ધીરે એકલા હાથે જ એના પપ્પાનો રૂમ સાફ કર્યો. એમના કપડાં, ચોપડા અને થોડો બીજો સરસામાન, બધુંું ભેગું કરી, થેલામાં ભરી અનાથ આશ્રમમાં આપી આવી. આખો રૂમ સાફ થઈ ગયો. અમીતભાઈની યાદી જેવી એક પણ વસ્તુ હવે એ રૂમમાં કે ઘરમાં ન હતી, ફક્ત બેઠકમાં લોકલાજે પરાણે મૂકવો પડતો એક ફોટો સિવાય. છતાં આરતી એ રૂમમાં ભાગ્યે જ જતી.

‘મમ્મી, હું નોકરી કરવાનું વિચારું છું. અને નોકરી ન મળે ત્યાં સુધી ટયુશન જો બે-ત્રણ મળી જાય તો, હવે આવકનું પણ કંઈક કરવું પડશે ને! પપ્પા આપણી માટે આ ઘર સિવાય તો બીજું કંઈ મૂકીને ગયા નથી. ‘

‘ એ પણ ઘણું છે. તું ફીકર નહીં કર. આ ઘર જ એનો તોડ છે.’

‘એટલે શું ઘર વેંચી નાખીએ? ‘

‘ના, એમનો રૂમ જ ભાડે આપીને. આમ પણ એ રૂમ આપણને ક્યારેય કામમાં આવ્યો જ નથી. આપણે આ ઘરમાં એ રૂમની ગણતરી કર્યા વગર જ રહેતા હતા. અને એ રૂમને બીજો દરવાજો છે જ. જે એમની સગવડ માટે હતો, તે હવે ભાડૂઆત માટે કામ આવશે. આપણી અને ભાડૂઆતની બન્નેની સગવડતા અને એકાંત સચવાઈ જશે, અને મહિનાની આવક પણ પાક્કી.’

‘ વાહ મમ્મી, તું પણ હોશિયાર થઈ ગઈ.’

‘બેટા, બુધ્ધુ તો હું ક્યારેય નહોતી. બસ, તારા પપ્પાએ પોતાના સ્વાર્થ ખાતર મને હાથો બનાવ્યો હતો.’દીકરી સામે મોકળા મને આરતીએ ભરેલા શ્વાસ સાથે કડવી યાદો કાઢતા કહ્યું.

‘આરતીબેન, બહુ ખોટું થયું. હું તો આજે જ બહારગામથી આવ્યો. અમીતભાઈની ખબર પડી કે તરત આવ્યો.’ સોસાયટીના સેક્રેટરી એ શ્વાસ ભેર આવતા કહ્યું. પછી થોડી ઔપચારિક વાતો થઈ જે ખરખરો કરવા આવનારને કરવી પડે તેવી.. આમ અચાનક? છેલ્લે શું થયું? એમને સુજી ગયેલું? કંઈ બોલ્યા? છેલ્લે શું ખાધુહતું? આંખેથી જીવ ગયો! તો તો નક્કી સદ્દગતિ વગેરે વગેરે.

‘કંઈ કામ કાજ હોય તો કહેજો, નિથસંકોચ થઈ’ હાથ જોડતા સેક્રેટરી બોલ્યા.

‘અંકલ, કામકાજમાં તો.. આ રૂમ ભાડે આપવાનું વિચારીએ છીએ. તમે વચ્ચે રહી કોઈ સારા માણસને વાત કરો તો.. મેળ પડી જાય.’ મમ્મીને ચૂપ જોઈને અનુએ જ કહ્યું.

‘હા, હા જરૂર. સારી વાત છે. હું ચાર પાંચ જણ સાથે વાત કરી કંઈ કરું છું. પણ થઈ જશે. ચિંતા ન કરો. બાકી, હું તો સદા તારી પડખે રહેવા તૈયાર જ છું.’કહેતા સેક્રેટરીની બદલાયેલી આંખો ફક્ત આરતીએ જ જોઈ અને એને કંઈક અજુગતો અંદેશો આવી ગયો જેનાથી અનુ અજાણ હતી.

‘હા…શ, બરોબર સમયે સેક્રેટરી આવ્યા, અને તે વાત કરી. હવે થોડી નિરાંત.’ પણ ધર્યું ક્યાં કોઈનું થાય છે? કે થયું છે? કે આરતી અને અનુનું થાય. આરતી હજી હાશ કારો કરતી સોફા પર બેઠી અને તેણે દરવાજે આગંતુક જોયો.

‘આ ઘર પર મારો અને મારી મમ્મીનો પણ એટલો જ હક છે જેટલો તમારા બે નો.’ આવેલો યુવાન પટ્ પટ્ ગોખેલું બોલી ગયો.

જે રસ્તો આપણો નથી એ રસ્તે જવું નહી, જોવું નહી, ને જાણવો પણ નહી. એવું અત્યાર સુધી માનતી આરતીને આજે એ રસ્તો સામે આવીને ભટકાયો. આરતી- અમીત તો ક્યારેય એક થઈ શક્યા જ ન હતા. અનુનો જન્મ તો એક અકસ્માત, કે ભૂલ, કે પછી વાતાવરણની અસર જેવું જ હતો. શરૂઆતમાં થોડો વખત ખપ પુરતી વાત થતી બન્ને પતિ પત્નિ વચ્ચે પણ પછી તો એ પણ બંધ. મહિનાની શરૂઆતમાં જ ભૂલ્યા વગર અમીત ટેબલ ઉપર પૈસા મૂકી દેતો અને આરતી તેમાંથી ઘર ચલાવી લેતી. હા, અનુ ઘણી વાર અમીતના લાડ પામી હતી. અને એ જ તો હતી આરતી – અમીત વચ્ચે શબ્દોની આપ – લે કરતી ટપાલી.

આ નવો ફણગો ને તેની વાત સાંભળી આરતી તો સુન્ેન થઈ ગઈ, પણ ત્યાં જ ઉભેલી અનુએ મમ્મીને ચૂપ જોઈ પોતે જ કડક સ્વરમાં કહ્યું, ‘જુઓ મિસ્ટર, અમે તમને ઓળખતા નથી. અને આ ઘર તમારા પપ્પાનું નહીં પણ મારા દાદાનું છે, જેને તમે ઓળખતા નથી. પપ્પાને ઓળખી ગયેલા દાદાજીએ તે વખતે જ આ ઘર મમ્મીના નામે કરી દીધું છે. તમારે જાણવું હોય તો સેક્રેટરીને પૂછી શકો છો. જીવતા જાગતા મારા પપ્પામાં ભાગ પડાવ્યો, બસ થયું.. હવે એ નથી…અને આ ઘર તો ભૂલી જ જજો.’

Leave a Reply

Your email address will not be published.