ઘરમાં પ્રાય: મોટા વૃદ્ધો દ્વારા છોકરીઓએ સૂર્યાસ્ત બાદ માથુ ન ઓળવાની વાત કહેલામાં આવે છે. પરંતુ તમે આ વાત નહીં જાણતા હોવ કે તેની પાછળનું કારણ શુ છે. તેની પાછળના ઘણા કારણ છે. આવો જોઇએ તેની પાછળના ઘણા કારણો છે જે અમે તમને જણાવીશું.
મહિલઓએ સૂર્યાસ્ત બાદ વાળ ઓળવાની ના કહેવામાં આવે છે. કારણકે એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત થયા બાદ દરેક ખરાબ આત્માઓ બહાર આવી જાય છે. જે લાંબા વાળ હોય તેવી છોકરીઓને શિકાર બનાવે છે. કહેવામાં આવે છે કે રાતના સમયે હંમેશા લાંબા વાળ બાંધીને રાખવા જોઇએ. ખુલ્લા વાળ પરિવારના લોકો માટે શુભ માનવામાં આવતા નથી.
તે સિવાય પૂર્ણિમાના દિવસે પણ વાળ પર કાંસકો ફેરવવા માટે ના કહેવામાં આવે છે. જો કોઇ છોકરી પૂનમમી રાતે બારી પાસે ઉભી રહીને વાળ ઓળે છે તો તે પોતે ખરાબ આત્માને આમંત્રણ આપે છે. તૂટેલા વાળને પણ ધ્યાનથી ફેંકવા જોઇએ.
કારણકે તે વાળ કોઇ ખરાબ વ્યક્તિના હાથમાં પડવા પર જાદુ થવાની આશંકા પણ રહે છે. આ રીતે વાળ ઓળતા સમયે જો તમારા હાથમાંથી કાંસકો છટકીને પડી જાય તો એવું માનવામાં આવે છે કે તમને જલદી જ કોઇ ખરાબ ખબર મળવાની છે. તે સિવાય હંમેશા આ વાતનું પણ ધ્યાન રાખો કે વાળ ખર્યા બાદ તેને ઘરમાં આમ તેમ ના ફેંકો. આમ કરવાથી ઘરમાં પરિવાર વાળાની વચ્ચે ઝઘડા વધવા લાગે છે.