આખરે હનુમાન દાદાનો જન્મ કયાં થયો હતો? આ બંને રાજ્યો વચ્ચે ચાલી રહ્યું છે મહાભારત!

DHARMIK

હનુમાન દાદા જેની બુદ્ધિ અને બળની ચર્ચા ત્રેતાયુગથી લઇ કળિયુગ સુધી થતી આવી છે. પૌરાણિક ગ્રંથો અને સનાતન ધર્મમાં સંકટમોચન હનુમાનનો મહિમા અદભુત છે. હિન્દુ ધર્મની આસ્થાના સૌથી મોટા વાહકોમાંથી એક હનુમાનના જન્મ સ્થળ પર હાલમાં દક્ષિણ ભારતમાં ઘમાસણ છેડાયું છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશ બંને રાજ્ય ભગવાન હનુમાનના જન્મસ્થળ પર દાવો ઠોકતા દેખાયા છે. હવે કર્ણાટકના શિવમોગાના એક ધર્મગુરૂએ મારૂતિનંદનના જન્મસ્થળ પર નવો દાવો ઠોકયો છે. તેમનું કહેવું છે કે ઉત્તર કન્નડ જિલ્લાના તીર્થસ્થળ ગોકર્ણમાં રામદૂત હનુમાનનો જન્મ થયો હતો. આવો સમજીએ આખો વિવાદ શું છે?

આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો હનુમાન પર શું છે દાવો

કર્ણાટકનો દાવો છે કે હનુમાનનો જન્મ કિષ્કિંધાના અંજનાદ્રિ પર્વત પર થયો હતો. આ જગ્યા કોપ્પલ જિલ્લાના અનેગુંડીમા કહેવાય છે. બીજીબાજુ આંધ્રપ્રદેશ પણ હનુમાનના જન્મસ્થળ પર દાવો કરતું આવ્યું છે. આંધ્રના દાવા પ્રમાણે હનુમાનની જન્મભૂમિ તિરૂપતિના 7 પર્વતોમાંથી એક પર છે. આ પહાડનું નામ પણ અંજનાદ્રિ છે. આપને જણાવી દઇએ કે તિરૂપતિમાં આવેલ તિરૂમલા મંદિર હિન્દુઓની માન્યતાનું મોટું કેન્દ્ર છે. તેલુગુમાં તિરૂમલાનો અર્થ થાય છે સાત પર્વતો. આ મંદિર સાત પર્વતોને પાર કરતાં આવે છે.

હવે શિવમોગાના મઠના જન્મ સ્થળ પર શું દલીલ

કર્ણાટકના શિવમોગા સ્થિત રામચંદ્રપુર મઠના પ્રમુખ રાઘવેશ્વર ભારતી પોતાના દાવાના સમર્થનમાં રામાયણનો ઉલ્લેખ કરે છે. તેમાં તેઓ સીતાને સમુદ્રના પાર ગોકર્ણમાં પોતાના જન્મ સ્થળની વાત કહે છે. રાઘવેશ્વર ભારતીનું કહેવું છે કે રામાયણમાં મળેલા પ્રમાણ પરથી અમે કહી શકીએ છીએ કે ગોકર્ણ હનુમાનની જન્મભૂમિ અને કિષ્કિંધા સ્થિત અંજનાદ્રિ તેમની કર્મભૂમિ છે.

તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમનો દાવો મજબૂત?

તિરૂપતિની અંજનાદ્રિ પર્વતને લઇ ટીટીડી એટલે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પોતાના દાવાને મજબૂત માની રહ્યો છે. ટીટીડી ટ્રસ્ટ બોર્ડના કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીનું કહેવું છે કે અમારી પાસે પૌરાણિક અને પુરાતાત્વિક પ્રમાણ છે. તેના આધાર પર અમે સાબિત કરી શકીએ છીએ કે તિરૂપતિના અંજનાદ્રિ પર્વત પર જ હનુમાનનો જન્મ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *