આખરે કોરોનાની રફ્તાર થઈ ધીમી, UP, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઘટ્યા કેસ.

nation

મહારાષ્ટ્ર, યૂપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ જેવા રાજ્યોથી સારા સમાચાર આવ્યા છે. અહીં રવિવારના નવા કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો જે બીજી લહેરનો એક રેકોર્ડ છે. શુક્રવારના રોજના કોરોના કેસનો આંકડો 4 લાખને પાર કરી ગયો હતો, પરંતુ રવિવારના આ ઘટીને 3.68 લાખ થઈ ગયો. શનિવારના દેશમાં 3.92 લાખ નવા કેસ સામે આવ્યા હતા. ઘણા લોકો રવિવારના નવા કોરોના કેસમાં આવેલા ઘટાડાને ઓછા ટેસ્ટિંગ સાથે જોડીને દેખી રહ્યા છે. હકીકત એ છે કે રવિવારના ઓછા ટેસ્ટિંગ થાય છે, પરંતુ બીજી હકીકત એ પણ છે કે રવિવારના લેવામાં આવેલા ટેસ્ટિંગનો રિપોર્ટ સોમવારના આવે છે. આ જ કારણ છે કે સોમવારના કોરોનાના આંકડાઓ ઓછા જોવા મળે છે.

ઓછા કોરોના કેસો આવવા પાછળ ઓછા ટેસ્ટિંગનો હાથ છે, પરંતુ એ પણ છે કે શનિવાર અને રવિવાર સતત 2 દિવસ રોજના કોરોના કેસમાં ઘટાડો થયો છે. આવું લાંબા સમયથી જોવા નહોતુ મળી રહ્યું. એટલું જ નહીં 4 દિવસથી એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી ઓછી વધી. રવિવારના તો 63,998 એક્ટિવ કેસ જ વધ્યા જે 20 દિવસમાં સૌથી ઓછા છે. 13થી 28 એપ્રિલની વચ્ચે એક્ટિવ કેસ દરરોજ 1 લાખથી વધારે વધ્યા છે. આ 15 દિવસ સૌથી ખરાબ પખવાડિયું રહ્યું. આ દરમિયાન 48 લાખ નવા કેસ સામે આવ્યા, જ્યારે 35 હજાર દર્દીઓના મોત થઈ ગયા.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસોમાં ઘટાડો આવ્યો છે, પરંતુ કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકથી પણ ખુશખબર આવી રહી છે. આ તમામમાં સૌથી સારું પ્રદર્શન ઉત્તર પ્રદેશનું રહ્યું છે, જ્યાં એપ્રિલના પહેલા બે અઠવાડિયામાં ઘણા વધારે નવા કેસ આવી રહ્યા હતા, પરંતુ હવે સ્થિતિ સ્થિર છે. ઉત્તર પ્રદેશમાં 18 એપ્રિલના 30 હજાર નવા કોવિડ કેસ આવ્યા અને આગામી 2 અઠવાડિયા સુધી લગભગ આ આંકડો રહ્યો.

એક સમયે લાગી રહ્યું હતુ કે યૂપીમાં મહારાષ્ટ્ર કરતા પણ વધારે કેસો આવવા લાગશે, પરંતુ હવે ત્યાં કોરોના કેસો ઓછા થઈ રહ્યા છે. આ ઉપરાંત મુંબઈમાં કોરોનાના કેસો ઘટ્યા છે અને મોતનો આંકડો પણ ઓછો થઈ રહ્યો છે. દિલ્હીમાં ગત દિવસોની સરખામણીએ અત્યારે મૃતકોની સંખ્યા 0.83 ટકા ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *