આજથી આદ્યશક્તિની આરાધનાનું પર્વ શરૂ, ભૂલથી ન કરો આ 8 કામ

GUJARAT

આજથી શારદિય નવરાત્રિમો પ્રારંભ થઇ ગયો છે. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી નવરાત્રિ રહેશે. આ સમય દરમિયાન, મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિની ઇચ્છા પૂર્ણ થાય છે. નવરાત્રિમાં દેવીના નવ દિવસના વ્રતનું ખૂબ મહત્વ છે. આ નવ દિવસ દરમિયાન, દરેકે ચોક્કસ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ નવરાત્રિના સમયમાં કઈ વસ્તુઓને ટાળી શકાય છે .

1. નવરાત્રિ દરમિયાન હળવો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. નવરાત્રિ દરમિયાન ડુંગળી, લસણ અને નોન-વેજ બિલકુલ ન ખાઓ.

2. ઉપવાસ દરમિયાન, અનાજ અને મીઠું નવ દિવસ સુધી ન ખાવુ જોઈએ. ફરાળી લોટ,સિંધા લુણ, લાબુદાણા, મખના, ફળ, સુકોમેવો, મગફળી, બટાકા,કંદ ખાઈ શકો છો.

3. જે લોકો નવ દિવસ સુધી વ્રત રાખે છે તેમણે કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ. આ સમય દરમિયાન, સીવણ અને ભરતકામ જેવા કામો પણ પ્રતિબંધિત છે, જેમાં તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે વસ્તુઓને ટાળવી જોઇએ.

4. જો શક્ય હોય તો નવરાત્રિ દરમિયાન વ્રત રાખનારા લોકોએ ચામડાની ચીજો જેવી કે પટ્ટો, પર્સ, ચપ્પલ-પગરખાં, બેગનો ઉપયોગ ન કરવો જોઇએ. મંદિરોમાં પ્રવેશ કરીને સૌ પ્રથમ, આ વસ્તુઓ બહાર રાખવી જોઈએ.

5. જો તમે નવરાત્રિમાં કળશ સ્થાપન કરી રહ્યા છો અથવા માતાની ચૌકી પ્રગટાવી રહ્યા હોવ તો આ દિવસોમાં ઘર ખાલી નહીં છોડો. પૂજા ઘરને ગંદું ન રાખવું. દીવો પ્રગટાવ્યા વિના શક્તિની પૂજા ક્યારેય કરી શકાય નહીં.

6. નવરાત્રિ દરમિયાન તમારે માંસ અને આલ્કોહોલ વગેરેથી દૂર રહેવું જોઈએ. ઉપવાસ માટે શારીરિક અને માનસિક સંયમ બંને જરૂરી છે.

7 વિષ્ણુ પુરાણ મુજબ નવરાત્રિ દરમિયાન વ્યક્તિએ દિવસ દરમિયાન સૂવાથી બચવું જોઈએ. તમારે કોઇ સાથે છેતરપિંડી કરવી અથવા કોઈને કોઈ અપ શબ્દ બોલવાનું ટાળવું જોઈએ.

8. નવરાત્રિ દરમિયાન નખ કાપવાની પણ મનાઈ છે, તેથી નવરાત્રિ શરૂ થાય તે પહેલાં નખ કાપવા જોઈએ. જેઓ નવરાત્રીમાં નવ દિવસના ઉપવાસ કરે છે તેમણે મૂછો અને વાળ કાપવા જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *