તારીખ 15 ઓક્ટોબર 2021નું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

rashifaD

આજના રાશિફળ 15 ઓક્ટોબર, શુક્રવારે ચંદ્ર આખો દિવસ મકર રાશિમાં વિરાજમાન રહેશે. મકર રાશિના સ્વામી ગ્રહ શનિ અને દેવ ગુરુ પણ આ રાશિમાં વિરાજમાન રહેશે. જેનો અર્થ થાય છે કે, મકર રાશિમાં 3 ગ્રહોનો સંયોગ બને છે. ગ્રહોનો આ સંયોગનો અને ચંદ્રનું મકર રાશિમાં વિરાજમાન થવું નવરાત્રિની નવમી તિથિએ 12 રાશિઓ પર શુ અસર કરશે એ વિસ્તારથી જાણીએ.

મેષ

આ રાશિના જાતકો આજે કામના સ્થળે સક્રિય રહેશે, તમારી આ સક્રિયતા અને કામ કરવાની ધગસ તમારા ઉપરી અધિકારીઓ પર સારી છાપ છોડી જશે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે એમના માટે આજે શુભ સમાચાર મળી શકે છે. જે લોકો પેઢીઓથી વ્યવસાય કરી રહ્યા છે એમના માટે પણ સફળતાના યોગ બની રહ્યા છે.

વૃષભ

આજના દિવસે આ રાશિના જાતકો શારીરિક રીતે ફીટ રહેવા માટે યોગ અને મેડિટેશનનો સહારો લઇ શકે છે. જેનાથી તમે શારીરિક રીતે સ્ફૂર્તિલા અને સક્રિય રહેશો. આ દરમિયાન તમે માનસિક શાંતિનો અનુભવ પણ કરશો. જે લોકો ઘરેથી દૂર રહીને નોકરી કરી રહ્યા છે તેઓ કોઇ ધાર્મિક આયોજનમાં ભાગ લઇ શકે છે.

મિથુન

આ રાશિના જાતકોએ આજે આરોગ્ય પર ખાસ ધ્યાન રાખવું જોઇએ. તળેલુ ખાવાથી દૂર રહેજો, નહીં તો તબિયત ખરાબ થવાની સંભાવના છે. આજના દિવસે લિક્વિડ ફૂડ તમારા આરોગ્યમાં સુધારો લાવશે. આ રાશિના જાતકો, જેઓ જ્યોતિષ, ભૌતિક, અવકાશ અને વિજ્ઞાન જેવા વિષયો પર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે શુભ દિવસ છે.

કર્ક

આ રાશિના જાતકો આજનો દિવસ એમના જીવનસાથી સાથે પસાર કરી શકે છે. ભૂતકાળમાં જીવનસાથી થયેલા મતભેદોનો આજે વાતચીતથી ઉકેલ લાવી શકશો. વેપાર કરતાં લોકો આજે પોતાના વેપારનો વિસ્તાર કરવાની યોજના બનાવી શકે છે.

સિંહ
આજે તમારા વિરોધીઓ સક્રિય બની શકે છે, જેના લીધે કામના સ્થળે અને સામાજિક સ્તરે તમારે સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારી વાતો, ખાસ કરીને અંગત વાતોને સમજી-વિચારીને અન્ય સાથે શેર કરજો. આ રાશિના જાતકોની મોસાળ પક્ષના સંબંધીઓ સાથે મિલન મુલાકાત થઇ શકે છે.

કન્યા
આજે દિવસ દરમિયાન ચંદ્ર તમારી રાશિમાં બિરાજમાન રહેશે, જેના કારણ આજનો આપનો દિવસ પ્રેમભર્યો પસાર થશે. પ્રેમમાં પડેલા આ રાશિના જાતકોને શુભ પરિણામો મળશે. આજે તમે તમારા લવમેટ સાથે દિલખોલીને વાત કરી શકશો. આ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિણામ મળશે.

તુલા
આ રાશિના જાતકોના ચોથા ભાવમાં દિવસ દરમિયાન ચંદ્ર વિરાજમાન રહેશે. ચંદ્રનો પ્રભાવ તમારા પારિવારિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. માતા સાથે આજે સારો સમય વિતાવશો. જો વાહન કે સંપત્તિ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આજે પરિવારની સંમતિ મળશે.

વૃશ્ચિક

આ રાશિના જાતકો આજે પારિવારિક મતભેદોનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક મનમેળાપ કરવાના તમારા પ્રયત્નમાં અડચણ આવી શકે છે. આ દરમિયાન કોઇ સભ્યની વાત તમને દુખ આપી શકે છે. જોકે ત્રીજા ભાવમાં બેઠેલો ચંદ્ર તમને સાહસિક અને પરાક્રમી બનાવી શકે છે, જેની સકારાત્મક અસર તમારા કામના સ્થળે અને સામાજિક સ્તરે પડશે.

ધન
આજે દિવસ દરમિયાન ચંદ્ર તમારા વાણી ભાવમાં વિરાજમાન રહેશે, જેના લીધે તમે તમારી વાતોથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. ઘર-પરિવારમાં કોઇ ધાર્મિક કામનું આયોજન થાય, જેમાં તમે ઉત્સાહ સાથે ભાગ લેશો. આજે બચત કરવામાં પણ આ રાશિના લોકોને સફળતા મળશે.

મકર
આ રાશિમાં આજે દિવસ દરમિયાન ચંદ્ર વિરાજમાન રહેશે જેનાથી તમે આખો દિવસ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. આજ સકારાત્મક ઉર્જાથી તમે આજે કામના સ્થળે અને પારિવારિક જીવનમાં શુભ પરિવર્તન લાવી શકશો. આજનો આખો દિવસ આપના માટે શુભ અને મંગળકારી રહેશે.

કુંભ
શનિના પ્રભાવવાળી કુંભ રાશિના જાતકોએ આજે દિવસ દરમિયાન સંભાળીને રહેવાની જરુર છે. આજે દિવસ દરમિયાન લેવડ-દેવડના વ્યવહારોમાં સાવચેતી રાખજો. કોઇને ઉધાર આપતાં પહેલા વિચાર કરજો. ઘરેથી દૂર રહીને નોકરી કરતાં જાતકોને સંધ્યાકાળ સુધી કોઇ શુભ સમાચાર મળી શકે છે.

મીન
તમારી રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે લાભકારી નીવડશે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેઓને મિત્રો કે સગા-સંબંધીઓની મદદથી સારી તક મળી શકે છે. પારિવારિક જીવનમાં આ રાશિના જાતકોના સંબંધ એમના મોટા ભાઇ-બહેન સાથે સુમેળભર્યા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *