મારો BF મને વારંવાર સમાગમ કરવાનું કહે છે,હું ના પાડીશ તો એ મને છોડીને જતો રહેશે એવી મને બીક લાગે છે

GUJARAT

પ્રશ્ન : હું છેલ્લા ત્રણ વર્ષથી એક યુવકને પ્રેમ કરું છું. અમે ભવિષ્યમાં લગ્ન કરવાનાં છીએ. અમે એકબીજાની સંમતિથી ઘણી વાર સંબંધ પણ બાંધ્યો છે. છેલ્લા થોડાક સમયથી તે કોઇ સાવચેતી રાખતો નથી અને હું ના કહું કે આનાકાની કરું તો તે વિશ્વાસની વાત કરે છે. મને તેના પર વિશ્વાસ છે જ, પણ સુરક્ષાની બાબતે મારે તેને કઈ રીતે સમજાવવો? એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારી ભૂલ એ છે કે તમે લગ્ન પહેલાં જ સીમાઓ ઓળંગી છે. જો તમારું ખરેખર લગ્ન કરવાનું પ્લાનિંગ હોય તો વહેલી તકે એ દિશામાં નક્કર નિર્ણય લઇ લો. હવે વાત કરીએ ઐક્ય માણવા દરમિયાન સુરક્ષાની તો તમારી ચિંતા સ્વાભાવિક છે. તમારા પ્રેમીને સમજાવો કે વાત સુરક્ષાની છે અને તે ન જાળવવાથી ગર્ભ રહેવાની પણ શક્યતાઓ રહે છે.

માટે તેમને પ્રેમથી સમજાવો અને ન માને તો તમારા નિર્ણય પર મક્કમ રહો કારણ કે ભવિષ્યમાં તમે જ મુશ્કેલીમાં મુકાઇ જાઓ એવું બની શકે. આ સિવાય કોન્ડોમ જેવા પ્રોટેક્શનનો ઉપયોગ જાતીય રોગો સામે રક્ષણ આપે છે. લેટેક્સનાં કોન્ડોમ તમને જાતીય જીવન દરમિયાન એચઆઈવી, હર્પિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે જાતીય સંક્રમિત રોગ સામે રક્ષણ આપે છે. રિબ્ડ અને સ્ટડેડ સહિતના વિવિધ પ્રકારના ટેક્સચર્ડ કોન્ડોમ્સ જાતીય અનુભવને વધુ આનંદદાયક અને સંતોષકારક બનાવે છે. તમે આ બધી દલીલો તમારા પ્રેમી સાથે કરીને તેને પ્રોટેક્શનનો ઉપયોગ કરવા માટે સમજાવી શકો છો.

પ્રશ્ન : મારી ઉંમર 16 વર્ષ છે. મારો બોયફ્રેન્ડ મને વારંવાર સેક્સ કરવા માટે કહે છે. મને પણ ઇચ્છા થાય છે પણ ડર લાગે છે. મને એ વાતનો ડર પણ છે કે હું વારંવાર ના કહીશ તો એ મને છોડીને જતો રહેશે તો? મને જણાવો કે જો અમે સેક્સ કરીએ તો મારે કઈ વાતનો ડર રાખવો જોઇએ.

જવાબ : તમે હજી ઘણાં નાના છો, તમે બીજી વાતોમાં મન પરોવો. રહી વાત સેક્સની તો ના કહેશો તો બોયફ્રેન્ડ જતો રહેશે એ વાતની તો જો સેક્સની ના કહેવાથી તમારો બોયફ્રેન્ડ જતો રહે તો સમજો કે એ સંબંધ સાચો નથી. એ તમારી સાથે માત્ર શારીરિક સંબંધના કારણે જ હતો. આ ઉંમરે સેક્સ જોખમી બની રહે છે અને જો તમારો તે છોકરા સાથે આગળ જતાં સંબંધ તૂટી જશે તો પણ સેક્સ કરવાનો પસ્તાવો થશે માટે જે કરો તે સો વાર વિચારીને કરવું.

Leave a Reply

Your email address will not be published.