‘આજે હું ખૂબ જ દુઃખી’ અભિનેતા અક્ષય કુમારની માતાનું નિધન, સવારે લીધા અંતિમ શ્વાસ

BOLLYWOOD

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. તેમણે આજે (8 સપ્ટેમ્બર) સવારે અંતિમ શ્વાસ લીધા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ફેન્સ આ દુ:ખદ સમાચાર વિશે માહિતી આપી છે. થોડા દિવસો પહેલા, તેમની તબિયત બગડ્યા બાદ તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતા તાજેતરમાં જ તેમને જોવા માટે યુકેતી ભારત પાછા આવ્યા હતા.

બીમાર માતા અરુણા ભાટિયા માટે એક દિવસ પહેલા ફેન્સને પ્રાર્થનાની અપીલ કરનાર બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે આ અંગે સોશિયલ મીડિયા પર ફેન્સને આ માહિતી આપી હતી.

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું- ‘મારી માતાનું મારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ હતા. આજે હું અસહ્ય પીડામાં છું… મારી માતા અરુણા ભાટિયા આ દુનિયા છોડીને ચાલી ગઈ છે અને હવે તે પાપા સાથે આવી ગઇ છે. અમને તમારી પ્રાર્થનાની જરૂર છે કારણ કે અમારું કુટુંબ અત્યારે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે અરુણા ભાટિયાની સ્થિતિ લાંબા સમય સુધી નાજુક રહી હતી અને આ કારણોસર તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારની વિનંતી પર હોસ્પિટલે અરુણા ભાટિયાની સારવારની વિગતો છુપાવી રાખી છે. અક્ષયની માતાને શુક્રવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર તેની માતાની ખૂબ નજીક છે. આ સમાચાર મળતા જ અક્ષય મુંબઈ પાછો ફર્યો.

અક્ષય કુમારના જન્મદિવસના એક દિવસ પહેલા તેની માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. તમને જણાવી દઈએ કે અક્ષયે મંગળવારે જ ફેન્સને તેની માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. અક્ષયે લખ્યું હતું કે, ‘તમે બધાને મારી માતાની ચિંતા કરતા જોઈને હું ખૂબ જ લાગણીશીલ છું. મારા અને મારા પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. તમારી બધી પ્રાર્થનાઓ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *