આજે ભાદરવી પૂનમ: અંબાજીમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, શામળાજી સહિત અનેક મંદિરોમાં ભીડ જામી

Uncategorized

આજે ભાદરની પૂનમ બા અંબાનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે માઇ ભક્તો અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આજે શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે લોકો પગપાળા આવી રહ્યાં છે. અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. તમને જણાવી કે જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાને લઇને ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયો છે, પરંતુ ભક્તો માનતા અને બાધા પૂરી કરી શકે તે રીતની વ્યવસ્થા મંદિરમાં કરાઇ છે.. વહિવટી તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાઇ છે..

આજે ભાદરવી પૂનમ હોઈ લાખો પગપાળા આવતાં માઈભક્તો લાલ ધજાઓ લઈ માના દરબાદમાં પહોંચી રહ્યા છે અને માંના ચરણોમાં શીષ ઝુકાવશે. અંબાજી મંદિરના ચાચરચોકમાં માતાજીના ગરબા રમે છે. ભાદરવી પૂનમના દિવસો દરમિયાન દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની અને પ્રસાદી માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે યાત્રાધામ અંબાજી ખાતે લાખો માઈભક્તો પગપાળા આવી જગત જનની માં અંબાના ચરણોમાં શીષ ઝુકાવી નવરાત્રિના પાવન પર્વમાં પોતાના ગામ અને ઘરે પધારવાનું આમંત્રણ પાઠવી પ્રસન્ન મને પોતાના વતન પરત ફરી રહ્યા છે. શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરાયા છે.

યાત્રાધામ શામળાજી મંદિર

આજે ભાદરવી પૂનમે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો દર્શાનાર્થીઓ ઉમટ્યા છે. હજારો ભક્તોએ પગપાળા આવી ભગવાન શામળિયાના દર્શન કર્યા છે. શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પિતૃ મોક્ષ માટે ભગવાન વિષ્ણુના દર્શનનું અનેરું મહત્ત્વ છે. ભક્તોના ધસારાને ધ્યાને રાખી મંદિરને તેના નિયત સમય કરતા એક કલાક વહેલું પાંચ વાગે ખોલવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *