આગામી ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ! ખેડૂતો, કોરોનાથી ત્રસ્ત લોકો અને મોંઘવારી જેવા મુદ્દે ભાજપને ઘેરશે

nation

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ બાદ હવે કોંગ્રેસ પાર્ટી પણ હરકતમાં આવી ગઈ છે. કેવડિયા ખાતે ભાજપની કારોબારી સમયે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે પવન ખેરાએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.

પવન ખેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનની હકીકત સામે લાવવા કોંગ્રેસનું કર્તવ્ય છે. ગુજરાતની જનતા કોંગ્રેસ સામે મીટ માંડીને બેઠી છે, ત્યારે અમે લોકો સાથે જોડાયેલા મુદ્દા પ્રજા વચ્ચે લાવીશું.

છેલ્લા 3 દિવસમાં મેં અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ તેમજ અલગ-અલગ વિભાગો સાથે વાત કરી છે. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ અમને ભટકાવવાનો પ્રયાસ કરશે. આમ છતાં અમે લોકોની સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને જ પ્રજાની વચ્ચે જઈશું. ખેડૂતો, કોરોનાથી ત્રસ્ત લોકો અને મોંઘવારી જેવા અન્ય મુદ્દાઓ અમે છોડવાના નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, હિન્દુત્વ કોઈ મુદ્દો જ નથી. આ એક આર્ટીફિશિયલ મુદ્દો છે. જેની સામે અમે લોકોએ એકજૂટ કરીને આગળ વધીશું. તેમણે રામદાસ અઠાવલેના અનામત મુદ્દે આપેલા નિવેદન મુદ્દે કોઈ પ્રત્યુતર આપવાનું ટાળ્યું હતું. આટલું જ નહીં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય રૂપે આગળ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *