આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીના કરી નાંખ્યા ટૂકડે-ટૂકડા, મહિલાનું માથુ ગુફામાંથી મળ્યું

GUJARAT

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એરંડી ગામના રહીશ અને મોરવા હડફ તાલુકાના કડાદરા ગામેથી ગુમ થયેલા પતિ-પત્નીની શોધખોળ કરતા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આડા સંબંધને લઈને પતિએ જ પત્નીની હત્યા કરી લાશને જંગલમાં નાંખી ફરાર થઈ જવા પામ્યો છે. પોલીસ દ્વારા ફરાર પતિની અટકાયત કરી સમગ્ર બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

ગોધરા તાલુકાના એરંડી ગામે રહેતા અને જિલ્લા સેવા સદન ગોધરા ખાતે કરાર આધારીત પટાવાળા તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચાલવતા શૈલેષભાઇ શકરાભાઇ માલીવાડના લગ્ન મોરવા હડફના કડાદરા ગામની સંગીતાબેન બામણીયા સાથે થયા હતા. તા 2 મેં ના રોજ શૈલેષભાઇ અને તેની પત્ની સંગીતાબેન બાઇક ઉપર મોરવા હડફના કડાદરા ગામે સંગીતાબેનના પિયરમાં ગયા હતા. 7 મેંના રોજ શૈલેષભાઇ અને સંગીતા બાઇક ઉપર એરંડી ગામે પરત જવા નીકળ્યા હતા. પરંતુ પતિ-પત્ની બંને ઘરે ના પહોચતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પણ તેઓનો પત્તો ના મળતા સંગીતાબેનના પિતાએ મોરવા(હ) પોલીસ મથકે પતિ-પત્નીની ગુમ થયાની ફરીયાદ નોધાવી હતી.

મોરવા (હ) પોલીસે ફરીયાદ નોધાતાં તપાસ કરીને શૈલેષભાઇ માલીવાડને મોબાઈલ લોકેશનના આધારે અમદાવાદ-ઇડર ની બસમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે પુછપરછ કરતાં શૈલેષે જણાવેલ કે સંગીતાબેનને લઇને મેહુલીયા ગામના જંગલમાં લઇ ગયો હતો. જયાં ધારીયાથી સંગીતાબેનનું ગળું કાપીને ધડ અલગ કરી દીધું હતું. શૈલેષે તેની પત્નીની લાશના ધડ, માથું તેમજ પહેરેલા કપડાંને જંગલમાં અલગ-અલગ જગ્યાએ સંતાડી દીધા હતા. શૈલેષે મૃતક સંગીતાના માથાંને જંગલમાં પત્થરની ગુફામાં સંતાડી દીધું હતું.

પોલીસે હત્યારા શૈલેષની અટકાયત કરીને તેને લઇને મહુલીયા ગામના જંગલમાં લઇ ગયા હતા. જંગલમાં જયાં હત્યા કરી હતી તે સ્થળ ઉપર લઇ જઇને મૃતક સંગીતા લાશના ટુકાડા અલગ-અલગ જગ્યાએથી શોધીને ભેગા કરીને ગોધરા સિવિલ હોસ્પીટલના પીએમ રૂમમાં ખાતે મોકલવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોધી શૈલેષની ધરપકડ કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ પત્ની સંગીતાનું અન્ય કોઈ પરપુરુષ સાથે આડાસંબંધ હોવાનું સંગીતનો મોબાઈલ જોતા જણાઈ આવ્યું હતું. જેને લઈને બંને વચ્ચે પ્રથમ તકરાર થઇ હતી, તકરાર બાદ પતિ શૈલેશ દ્વારા પત્નીને જાનથી મારી નાખવાનું નક્કી કરી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.