આ વ્યક્તિની જીભ પર ઉગ્યા વાળ અને આખી જીભ ‘વાળ’થી ઢંકાઈ ગઈ, ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા

WORLD

ઘણીવાર લોકો કહે છે કે જે વ્યક્તિની જીભ પર કાળો તલ હોય છે અથવા જીભ જ કાળી હોય, તે વ્યક્તિ અશુભ હોય છે. પરંતુ તમે શું સાંભળ્યું છે કે કોઈની જીભ પર વાળ ઉગ્યા હોય તે પણ જાડા અને કાળાવાળ. અમેરિકામાં આવો જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. તેના વિશે જાણીને દુનિયાભરના નિષ્ણાતો અને ડૉક્ટર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમેરિકામાં એક વ્યક્તિની જીભ અચાનક કાળી પડવા લાગી અને જીભ પર વાળ ઉગવા લાગ્યા.

વ્યક્તિની જીભ પર કાળા વાળ ઊગવા લાગ્યા
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, વ્યક્તિની જીભમાં ઉગેલા વાળને જોઈને ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 50 વર્ષની વ્યક્તિએ આ વિચિત્ર બીમારી વિશે ડૉક્ટર્સને જણાવ્યું કે તેના જીભ પર વાળ ઉગ્યા પછી તેને કોઈ પ્રકારનો દુખાવો થતો નથી, પરંતુ તેનાથી તેને ઘણા પ્રકારની સમસ્યા થઈ રહી છે.

શું છે સમગ્ર કિસ્સો
અમેરિકાનો એક વ્યક્તિ કાળી જીભ થી પીડાતો હતો. આને બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું છે. જીભ પર કાળા વાળ ઊગવા માંડ્યા તેના ત્રણ મહિના પહેલા આ વ્યક્તિને હાર્ટ એટેક પણ આવ્યો હતો. જે બાદ તે શારીરિક રીતે ખૂબ જ નબળા પડી ગયા હતા. આ પછી તેની જીભ પર કાળા વાળ આવવા લાગ્યા. જો કે, 20 દિવસ પછી, આ વ્યક્તિની જીભ ફરીથી સામાન્ય માણસોની જીભની જેમ સામાન્ય થઈ ગઈ. જામા ડર્મોટોલોજિસ્ટ જર્નલમાં આ વિચિત્ર બીમારી પર એક આર્ટિકલ લખવામાં આવ્યો. તેમાં લખતા ડૉક્ટર્સે જણાવ્યું કે જીભની ઉપર એક કાળો પડ છે, જેમાં વાળ ઉગી ગયા છે. આ બીમારીને ‘બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે.

આ કારણે આ બીમારી થઈ શકે છે
તેના મ્યુક્સ સેમ્પલ લીધા બાદ ખબર પડી હતી કે તેને એક lingua villosa nigra નામનો રોગ છે. જે જીભ પર થાય છે જેમાં આ રીતે વાળ ઊગે છે. તે દારૂ પીવાના કારણે કે સ્મોકિંગના કારણે પણ ઘણા લોકોને થતો હોય છે. પૂરતી કાળજી ન લેવાના કારણે કે ચોખ્ખાઈ ન રાખવાના કારણે પણ આ થાય છે.

Leave a Reply

Your email address will not be published.