આ વર્ષે પણ નહીં યોજાય રૂપાલની પલ્લીનો મેળો, જાણીલો શું છે ધાર્મિક મહત્ત્વ

DHARMIK

નવરાત્રિની નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી નીકળતી હોય છે. માતાજીની પલ્લી માં ઘી ચડાવવાનો રિવાજ છે. વર્ષો થી ચાલતી પરંપરા જળવાશે નીકળશે વરદાયિની માતાજીની પલ્લી. સીમિત સંખ્યામાં પલ્લી નિકળશે. પલ્લી નીકળશે પરંતુ મેળો નહીં યોજાય.

જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવા નિર્ણય લેવાઈ ગયો છે. નોંધનીય છે કે આ પલ્લીમાં લાખો શ્રદ્દાળુઓ ભાગ લે છે. ગાંધીનગરના રૂપાલમાં દર નવરાત્રિના નવમા નોરતે યોજાતી ‘મા’ વરદાયિનીની પલ્લી મર્યાદીત લોકોની હાજરીમાં થશે.

શું છે પલ્લીનું મહત્ત્વ
ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ-9 નોમનાં દિવસે સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લીનો કાર્યક્રમ યોજાય છે. રૂપાલમાં વરદાયિની માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કરે છે, જેને કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેતી થતી હોય છે.

ધાર્મિક મહત્ત્વની દ્રષ્ટિએ જોઇએ તો, સૃષ્ટિનાં પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી બ્રહ્માજી શ્રી વરદાયિની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરૂપે શરણે આવેલા બ્રહ્માજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમ માટે નિવાસ કર્યો.

માતાજીની પલ્લીનો ઈતિહાસ રસપ્રદ

પાંડવોએ ગુપ્ત વાસ સમયે પલ્લીની શરુઆત કરી હતી. એ સમયે બનાવેલ સોનાની પલ્લી હવે લાકડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે આખી પલ્લી નવી બનાવવામાં આવે છે જેમા ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નથી થતો.

મદિરની બનતી આ પલ્લી પણ સામાજીક સમરસતાનુ પ્રતિક છે. ગામના તમામ સમાજના લોકો આ પલ્લી બનાવા માટે કામ કરે છે. વહેલી સવારથી પલ્લી બનાવવાની શરુઆત થાય છે જે રાતે પલ્લી તૈયાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *